________________
એક ઝલક જયાં ભંગીને નોખો ધંધે કલખે છે ત્યાં કંઈક મહાદેષ પેસી ગયો છે એમ મને તે વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપષક કામને હલકામાં હલકું પ્રથમ કોણે ગયું હશે તેને ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગયું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો.
આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ હસવી જોઈએ, અને એ ઠસાવવાને સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતને આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજત થશે.
(ગા. અ. ૪૪ ૧૪૯-૫૦) ચામસફાઈ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ?
ગ્રામોદ્ધારમાં ગ્રામસફાઈ ન આવે તો આપણાં ગામડાં ઉકરડા જેવાં જ રહેવાનાં. ગ્રામસફાઈનો સવાલ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ છે. આ પ્રશ્ન જેટલો જરૂરી છે એટલે જ મુશ્કેલ છે. અનાદિકાળથી ચાલતી આવેલી અસ્વચ્છતાની આદત કાઢવામાં મહાપરાક્રમની જરૂર છે. જે સેવક ગ્રામસફાઈનું શાસ્ત્ર નથી જાણત, પિતે ભંગી નથી બનતે તે ગ્રામસેવાને લાયક નહીં બની શકે.
(ગાં. અ. ૭૨ ઃ ૩૭૩), શૌચના નિયમનું પાલન અઘરું નથી?
શૌચના આપણા સુંદર નિયમ છે. સ્નાન હંમેશાં કરવું જ જોઈએ. પણ એ બધી ક્રિયાનું રહસ્ય આપણે નથી જાણતા. તેથી તે વસ્તુ માત્ર રિવાજરૂપે રહી ગઈ છે અથવા વહેમને વશ થઈને આપણે એમ માનીએ છીએ કે ગમે તેવા ને ગમે તેટલા થોડા પાણીને સ્પર્શ પણ આપણને પવિત્ર કરે છે ને આપણે સ્વર્ગના અધિકારી બનીએ છીએ.
વિજ્ઞાન તે આપણને એમ શીખવે છે કે એ જ સ્નાન ગુણકારક નીવડે છે જે નિર્મળ પાણીથી ને શરીરને ચાળીને તે સાફ થાય તેમ કરેલું હોય. માત્ર જળની છાંટ લેવામાં અથવા પાણી રેડી મેલાં કપડાં પહેરવામાં ગુણ તો નથી જ અને તેથી નુકસાન પહોંચી શકે. આપણાં પાયખાનાં તે આ પૃથ્વીમાં જ નરકની ખાણરૂપ છે. તેમાં બેસવું પાપરૂપ છે. જરા ઉદ્યમથી, વિચારથી, વિવેકથી આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. એમાં ખર્ચને સવાલ નથી. માત્ર જ્ઞાનની આવશ્યકતા છે. ગરીબમાં ગરીબ માણસ પણ ધારે તો શચના નિયમનું પાલન કરી શકે છે. હા, તેને પિતાનું મેલું જોવાની ને સાફ કરવાની સૂગ ન પાલવે.
(ગાં. અ. ૨૮ : ૧૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org