________________
૨૨
એક ઝલક સંસ્થાની કામગીરીના યશમાં સંસ્થાના તમામ સભ્યોની ભાગીદારી હોય છે, તે પણ યુનિવર્સિટી જેવી જાહેર શિક્ષણ સંસ્થામાં થતા શકવતી નિર્ણયને લગભગ ઈશ્વરદત્ત ધર્મકાર્યની ભાવનાથી પાર પાડવાનું કામ કોઈ અમુક અભ્યાસનિષ્ઠા, ચિતનશીલ ને ક્રાંતદર્શી વ્યક્તિ કે વ્યક્તિઓને માથે આવે છે. રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયાં મારતી આપણી યુનિવર્સિટીઓને બોધભાષા તે માતૃભાષા જ હોઈ શકે એવું પ્રતીતિકર પ્રયોગદર્શન કરાવવાનું માન ગુજરાત યુનિવસિટીને ફાળે જાય છે, અને ગુજરાત યુનિવર્સિટીના આ શકવર્તી નિર્ણયની અને તેને અનુરૂપ પગલાં લેવાની બાબતમાં શ્રી મગનભાઈ દેસાઈના પેલા ગુણએ – પૂરો વિચાર, પાકો નિર્ણય, સ્પષ્ટવકતૃત્વ, ઊંડી નિષ્ઠા અને નિ:સ્વાર્થ સેવાએ – જે ભાગ ભજવ્યો છે, તે શિક્ષણજગતમાં જાહેર છે.
- શ્રી. મગનભાઈ દેસાઈના આ ગુણોને અનુભવ મને અંગત વ્યવહારમાં, તેમની સભા-સંચાલનની કળામાં અને યુનિવર્સિટીના રોજ-બ-રોજના વહીવટમાં થયા જ કર્યો છે એ બાબતને મારા જીવનનો એક સુભગ અંશ ગણું છું.
આટઆટલા ગુણો અને તેય લગભગ બેનમૂન કહી શકાય તેવી માત્રામાં જેને વર્યા છે, એ શ્રી. મગનભાઈ દેસાઈને સમાજમાં વિરોધ પણ ઓછા સહેવા પડતા નથી એ નસીબની જ બલિહારી ગણાય ને? મને લાગે છે કે આ ગુણાની માત્રાને અતિરેક જ કદાચ આને માટે જવાબદાર હશે. ઊંડા અભ્યાસ અને પૂરા ચિંતન પછી પોતે જે બાબતમાં વિશાળ સમાજનું હિત જુએ છે તે બાબતમાં તેમનો પુણ્યપ્રકોપ વિલબ કે વિરોધ સહી શકતા નથી. વિરોધીઓને તેઓ બૌદ્ધિક દલીલથી સમજાવવા પ્રયત્ન કરે છે. તેઓ સમજે તે ઠીક છે, નહીં તો પણ સુધારાનું કામ અટકે કે વિલબમાં પડે તેને તેઓ ચલાવી લઈ શકતા નથી. સંસારના બધા સુધારકોને માટે આવા સંગનો સામનો કરવો એ ઓછેવત્તે અંશે કદાચ અનિવાર્ય પણ હશે. કાનદર્શી સુધારક આગળ ચાલે અને સમાજ મને-કમને પાછળ ઘસડાય એ સમાજસુધારનાં અનિવાર્ય લક્ષણ હશે?
શ્રી. મગનભાઈ દેસાઈના આ ગુણેમાં ઉપલકિયા દૃષ્ટિએ કેટલાકને પરસ્પર વિરોધી તત્ત પણ જણાવાને સંભવ છે. કામકાજમાં શિસ્તને કડક આગ્રહ રાખતા મગનભાઈ અંગત વ્યવહારમાં કેટલા અનૌપચારિક અને નિરાડમ્બરી છે, એ તેમના નિકટના સંપર્કમાં આવેલા જ પિછાણી શકે.
જ્યાં હોય ત્યાંથી પ્રતારણાને ધિક્કારતા મગનભાઈ મનુષ્યની ભૂલને ઉદારતાપૂર્વક માફ કરી શકે છે; વિદ્યાર્થીઓ કે હાથ નીચેના માણસોને કદી ખૂટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org