________________
વજ્રથીય કઠેર અને કુસુમથીય કામળ
૨૩
લાભ ન ઉઠાવવા દેનાર મગનભાઇને હુંયે તે તેમનું હિત જ હોય છે; કાયદાની આંટીઘૂંટીના સવાલ પર મચક ન મૂકતા મગનભાઈ માણસાઈના સવાલ આવતાં કાયદા અને રૂઢિમાંથી બુદ્ધિયુક્ત દલીલ વડે આસાનીથી માર્ગ કાઢી શકે છે; લંબાણભર્યા પત્રવ્યવહારથી જે સમસ્યાને ઉકેલ મહિના સુધી ન આવતો હોય, તેના તે એક અંગત મુલાકાત કે ટેલિફોનથી નિવેડો લાવી શકે છે; અને સિદ્ધાંતની કશી બાંધછોડ કર્યા વિના ન્યાય્ય માર્ગ કાઢી શકે છે.
આ પરસ્પર વિરોધી લાગતા ગુણે ખરી રીતે તે એકબીજાના પૂરક છે, અને ગાંધીજીના વ્યક્તિત્વ અને સંપર્કથી ઘડાયેલા તેમના ગણ્યાગાંઠયા અનુયાયીઓમાં મગનભાઈને મેાખરાનું સ્થાન ગાંધીજીની હયાતીમાં અને પછીય પણ સહેલાઈથી અાવી દે છે. શ્રી. મગનભાઈની સાથે કોઈ સંમત ન થાય ત્યારે પણ તેમના પ્રશંસક રહી શકે; તેમના આદર્શોની બાબતમાં કોઈને મતભેદ રહે ત્યારે પણ તે તેમની કર્તવ્યનિષ્ઠાના પૂજારી રહી શકે; અને તેમની અપેક્ષા પ્રમાણે કોઈ વર્તે નહીં ત્યારે પણ એ અપેક્ષાની બાબતમાં તેમના હેતુ વિષે કશી શંકા ઉઠાવી શકે નહીં એવું આયુધ હેઠાં મુકાવે તેવું ફ્રાંી. મગનભાઈનું પ્રતાપી વ્યક્તિત્વ પ્રથમ પરિચયે શ્રીફળ સમું કઠિન જણાય છે; ત્યારે પણ બહારના વૃક્ષ પડને ભેદવા જેટલી હામ અને ધરપત જેનામાં હાય, તેને ભીતરમાં મીઠ' ટોપરાનો સ્વાદ પાતે માણી શકશે, એટલી ખાતરી તે રહે છે જ.
આ અંગત પરિચયના ટૂંકા લેખ લખું છું ત્યારે શ્રી. મગતભાઈના વજ્રથીય કઠોર અને કુસુમથીય કોમળ એવા તાજગીભર્યા વ્યક્તિત્વને વ્યક્ત કરતાં નાનાંમેટાં એવાં અનેક અંગત સંસ્મરણે મનમાં ઊભરાય છે; પણ હાલ તેમને શબ્દબદ્ધ કરવાની લાલચ રોકું છું, ત્યારે પણ એ સંસ્મરણાને પ્રતાપે આંતરમનની સમૃદ્ધિ અનુભવવામાં મને કશી બાધા પડતી નથી.
શ્રી. મગનભાઈ દેસાઈને આરોગ્ય અને દીર્ઘાયુ મળે તેવી પ્રાર્થના કરવા પાછળ તેમની શક્તિના લાભ સમાજને મળ્યા કરે તે લાભ પણ અંગન પ્રેમ અને આદરની સાથે સાથે જ ભળેલા છે.
· અભિનંદન ગ્રંથ'માંથી )
ફંચનલાલ ચ' પરીખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org