________________
ગુગીય કંડાર અને કુસુમથીય કામળ
“તમારા આ નિશ્ચય અફર છે?”
તદ્દન, સાહેબ.”
“હું તમને આ વખતે શાબાશી આપ્યા વિના રહી શકતા નથી, ‚િ દેસાઈ. જા, તમને મારા આશીર્વાદ અને શુભેચ્છા છે. અને તમારી શિષ્યવૃત્તિના ગઈ કાલ સુધી નીકળતા પૈસા તમને હમણાં આપવાની હું વ્યવસ્થા કરું છું.”
ઉપર મુજબના સંવાદ ૧૯૨૧ના જાન્યુઆરી માસની એક સવારે એક સરકારી કૉલેજના પ્રિન્સિપાલ અને અસહકારની હવા જેને રોમેરોમ સ્પર્શી ગઈ હતી તેવા એક વિદ્યાર્થી વચ્ચે થયેા. એ પ્રિન્સિપાલ તે ઍલ્ફિન્સ્ટન ૉલેજના શ્રી. એ. એલ. કોવર્નટન, અને વિદ્યાર્થી તે શ્રી. મગનભાઈ પ્ર૦ દેસાઈ
..
પરદેશી રાજ્યની ગુલામીના પ્રતીક સમી ચીલાચાલુ કેળવણીને તિલાંજલિ આપીને નીકળી જનાર મગનભાઈ દેસાઈ ગુણવત્તાની શિષ્યવૃત્તિ ધરાવતા હતા એટલું જ નહીં, પણ તે જમાનામાં કૉલેજના યુવાનેાની સ્વપ્રસિદ્ધિની પરાકાષ્ઠા સમી ઇન્ડિયન સિરિલ સર્વિસની પરીક્ષા માટે એક સમર્થ હરીફ તરીકે પણ તેમની ગણના કૉલેજનાં વર્તુળામાં થતી હતી.
પણ સત્યાગ્રહનું વ્રત લેનાર શ્રી. મગનભાઈ દેસાઈએ અભ્યાસને પરિત્યાગ તે કયારેય કર્યા નથી; અભ્યાસની તેમની દૃષ્ટિ અને દિશા બદલાયાં, એટલું જ. કેમ કે તે પછીનાં વર્ષોમાં રાષ્ટ્રીય શિક્ષણના ગાંધીજીના પ્રયોગરૂપે સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં, અને પછીથી જેલમાં પણ તેમણે અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. સત્યાગ્રહ પર એક અભ્યાસપૂર્ણ મહાનિબંધ તૈયાર કરીને વિદ્યાપીઠ અને સત્યાગ્રહના જન્મદાતા મહાત્માજીતા હાથે એ વિદ્યાપીઠની સર્વોચ્ચ એવી પારંગત”ની પદવી મેળવનાર એ પહેલા અને છેલ્લા વિદ્યાર્થી છે, એ હકીકત પણ સૂચક છે.
ઉપર ટાંકેલા પ્રસંગમાંથી શ્રી. મગનભાઈ દેસાઈના સમગ્ર વ્યક્તિત્વની ચાવી મળી રહે છે – પૂરા વિચાર, પાકો નિર્ણય, સ્પષ્ટવકતૃત્વ, ઊંડી નિષ્ઠા, નિ:સ્વાર્થસેવા – શ્રી. મગનભાઈ દેસાઈના નિકટના સંપર્કમાં આવનાર સૌ કોઈ તેમના આ સગુણૈાથી માત થયા વિના રહી શકે નહીં.
આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર વાર્તાલાપ કે હિન્દીના પાઠ આપવા શ્રી. મગનભાઈ દેસાઈ આવતા, ત્યારથી તેમના પરિચયમાં આવવાનું માન મને મળેલું. પણ તેમના નિકટવર્તી પરિચય તે, ગુજરાત યુનિવર્સિટીના જિન્હા વહીવટમાં તેમની સાથે કામ કરવાનું થયું ત્યારે જ મને થયેા.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org