________________
વજાથીય કઠોર અને કુસુમથીય કોમળ
: " સાહેબ તમને બોલાવે છે,”, કૉલેજના પટાવાળાએ એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલ સાહેબને સંદેશો આપ્યો. ને ઉમેર્યું, “હાલ ને હાલ.”
- પ્રિન્સિપાલ સાહેબને આવો સંદેશો વિદ્યાર્થીઓને માટે કવચિત જ આવતે. પણ એ આવે ત્યારે મહાગંભીર : બનાવની આગાહરૂપ હતું એમ સમજતા કૉલેજના વિદ્યાર્થીઓમાં આ સમાચાર સાંભળતાં એક પ્રકારનો સન્નાટો પથરાઈ ગયે. પ્રિન્સિપાલ સાહેબનો આવો સંદેશે કદીક આવે ત્યારે તે તોફાની અને રખડુ વિદ્યાર્થીઓ માટે જ મેટા ભાગે હોય, એમ સમજતા વિદ્યાર્થીઓ આજે સન્નાટા ઉપરાંત કુતૂહલની લાગણી પણ અનુભવતા હતા. પણ એ સંદેશો જે વિદ્યાર્થી માટે હતો, તેના મુખ પર કશાં ચિહુને કળાનાં નહોતાં, બક્કે આવા જ કોઈ સંદેશાની એ રાહ જોતો હતો. - “આ કાગળ તમે લખ્યો છે?” " હા, સાહેબ...
! = 1 " તમે સીનિયર બી. એના વર્ષમાં છો ને પરીક્ષા તે હવે, આવી પહોંચી છે. તે અભ્યાસની નાવ આમ કિનારે આવીને ડુબાડવી છે?”
સાહેબ, અભ્યાસની નાવ ડુબાડવાનો સવાલ નથી. મારો અભ્યાસ તો આગળ ચાલશે. પણ આ કૉલેજની ગુલામી કેળવણી મારાથી એક દિવસ પણ હવે લેવાય તેમ નથી. દેશની હાકલ પડી હોય ત્યારે, સાહેબ, સ્વમાની યુવક નફા-તોટાનાં સરવાળા-બાદબાકી કરવા રોકાઈ શકે નહીં.” A “ ફરી એક વાર વિચાર કરવાની તક આપું છું.” . . .
આપનો આભાર માનું છું, સાહેબ, પણ પૂરો વિચાર કરીને જ મેં નિર્ણય લીધો છે. એમાંથી હવે પાછું ફરાય તેમ નથી.”
“તમે તે ગુણવત્તાની શિષ્યવૃત્તિ પણ ધરાવો છો ને?”
હા, સાહેબ.” " શિષ્યવૃત્તિના એ પૈસા તે કલુષિત (tainted) નથી ને?”
ગઈ કાલ સુધીના હિસાબે નીકળતા શિષ્યવૃત્તિના પૈસા પર મારો અધિકાર ખરો, પણ આજથી એ શિષ્યવૃત્તિ પણ મને ન ખપે.”
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org