________________
કોલેજછવનને પરિચય
૯ પ્રાણાયામ અને પગનાં આસન શીખી લાવેલા હતા અને કોલેજનાં ચારે વરસ સવારમાં તેમને આ નિત્યનિયમ હતો. ૬૦ વરસે તેમની જે તંદુરસ્તી છે, તેનો પાયો આવી રીતે વિદ્યાર્થી અવસ્થામાં નંખાયેલું છે.
બેટિંગમાં ખાવાનું ગુજરાતી ઢબનું સાદુ હતું. અમે પોતપોતાના કપડાં ધોઈ લેતા. ચા મળતી નહીં. દૂધ આપવામાં આવતું. અમે કોઈ વાર હોટેલમાં ગયાનું યાદ આવતું નથી.
ભાઈ મગનભાઈ ઈંટર અને બી૦એ૦માં પોતાના ગણિતના વિષયમાં હમેશાં આગળ પડતા હતા. આ ઉપરાંત તેમને બીજા વિષયમાં રસ હતો એટલું જ નહી પણ પોતાનો ફુરસદને વખત સંસ્થાના અગર કોલેજના અગર યુનિવર્સિટીના પુસ્તકાલયમાં કાઢતા. તેમની શારીરિક તંદુરસતી અને નિયમિત જીવનને લીધે તેમણે એક પ્રકારની સમતા પ્રાપ્ત કરેલી હતી. વળી
જે આ સંસ્થામાં રહીને ભણ્યા છે તેમનામાં એક પ્રકારને આગ્રહ અગર નિશ્ચયાત્મક સ્વભાવ પણ ઘણામાં અમે જોતા આવ્યા છીએ.
સને ૧૯૨૦ના પાછલા ભાગમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને સરકારમાન્ય નિશાળે અને કૉલેજો છોડી દેવાનું જણાવ્યું, ત્યારે વડોદરા કૉલેજમાં ભણતા ગોધરાના અંબાલાલ વ્યાસ અને પાંડુરંગ વળામે (હવે રંગ અવધૂત) – એમણે કૉલેજ છોડવાની પહેલ કરી. પછી સને ૧૯૨૧ના જાન્યુઆરીમાં ગાંધીજીએ મુંબઈની શાન્તારામની ચાલીમાં અસહાર વિશે ભાષણ આપ્યું. ત્યાં અમે ઘણા વિદ્યાર્થીઓ સાંભળવા ગયા હતા. ત્યારથી મુંબઈની નિશાળે અને કોલેજોના ઘણા આગળ પડતા વિદ્યાર્થીઓની ઊંઘ ઊડી જવા લાગી. વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી હતી. ભાઈ મગનભાઈ જેવા આગળ પડતા વિદ્યાર્થીનું વ્યવહારમાં ભવિષ્ય ઘણું સારું હતું પણ તે દિવસથી સરકારી કોલેજ છોડવા સિવાય બીજો વિચાર જ તેમને આવ્યો નહીં. ડાંક દિવસરાત વિચાર કરી તેમણે લિફન્સ્ટન કૉલેજ છોડી દીધી અને ગુજરાત વિદ્યાપીઠમાં તે આવ્યા.
આત્મભોગની હાકલનું આકર્ષણ તે વખતે અનેરું હતું !
Bliss was it in that dawn to be alive, But to be young was very Heaven !
- Wordsworth અભિનંદન ગ્રંથમાંથી)
- જમિયતરામ દયાશંકર પંડયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org