________________
એક ઝલક તથા સવાલજવાબ કરી, પોતાના અભ્યાસનું પુનરાવર્તન કરી લેના. પરીક્ષકો અમારી કસોટી કરે તે પહેલાં અમે પોતાની અને એકબીજાની આવી રીતે કસોટી કરતા. વાંચવા માટે છાત્રાલય અને મંદિરના ભગીચાનાં ઝાડની આજુબાજુ કે સામે મલબાર હિલના બગીચામાં જે સુંદર જગ્યાઓ મળતી, તેવાં અભ્યાસનાં કે રહેવાનાં સ્થાન એ બોકિંગ છોડ્યા પછી ઘણા થોડાને મળ્યાં હશે.
એ સંસ્થામાં છાપાંની એક રેડિંગ-રૂમ હતી. વિદ્યાર્થીઓ ડિબેટિંગ સોસાયટી ચલાવતા તેમાં પણ શ્રી. મગનભાઈ સારે ભાગ લેતા. મુંબઈમાં જુદી જુદી સંસ્થાના આશય નીચે જુદા જુદા વિષયોના નિષ્ણાતોના વ્યાખ્યાન થતા, તેમાં ભાઈ મગનભાઈને સારે રસ હતો. અમારે જે વિષયને અભ્યાસ હોય તે ઉપરાંત બીજા વિષયો વિશે તેના નિષ્ણાતોને સાંભળવા એ લિબરલ એજ્યુકેશનને ભાગ ગણાત. ગણિત, શબ્દકોશ, સત્યાગ્રહની મીમાંસા, આર્ય સંસ્કૃતિ, ઉપનિષદોને અભ્યાસ અને ગ્રીક તત્ત્વજ્ઞાન એવા વિવિધ વિષયોમાં રસ લેવા માટે જ એ સંસ્થાનું વાતાવરણ યોગ્ય પૂર્વભૂમિકા રૂપે કદાચ હતુ. - બોડિંગમાં અવારનવાર મોટા માણસોને આમંત્રણ આપવામાં આવતાં. એક વાર મહાત્મા ગાંધીજીને અમે આમંત્રણ આપ્યું હતું. તેને મળવા બાદ પોતે મણિભુવન જવા બહાર નીકળતા હતા ત્યારને પ્રસંગ આપે, તે છેક અસ્થાને નહીં ગણાય. જતાં જતાં બારણા આગળ મેં ગાંધીજીને નમસ્કાર કર્યા એટલે તેમણે પૂછ્યું કે, “કયાંના છો?” મેં કહ્યું, “ઉમરેઠને.” તેમણે ફરી પૂછયું કે, “કેવા છે?” મેં કહ્યું: “બ્રાહ્મણ.” તેમણે પૂછયું કે, “તમે બીજી ભાષા કઈ લીધી છે?” મેં જવાબ આપ્યો : “પશિયન”, એટલે ગાંધીજી બોલ્યા, “હે ! ઉમરેઠના બ્રાહ્મણ છો ને સંસ્કૃત નથી ભણ્યા?” હું નીચું જોઈ રહ્યો ને જવાબ આપી શક્યો નહીં. ત્યાર બાદ મેં ડૉ. ભાંડારકરનું સંસ્કૃત વ્યાકરણ લાવીને વાંચી કાઢવું અને થોડું સંસ્કૃત સમજાય એટલો અભ્યાસ કરી લીધો.
ટેનિસ, પિગ-પાંગ, અને કસરતશાળાની જોગવાઈ બેટિંગમાં જ હતી. ક્રિકેટ અને ટબૉલ કેટલીક વાર રમવા માટે સામેના ગોવાલિયા ટૅન્કના મેદાનમાં જવાનું થતું. આ ઉપરાંત ભાઈશ્રી મગનભાઈ અને અમારી મંડળી શિયાળામાં સવારે અને કોઈ કોઈ વાર સાંજે મલબાર હિલ ઉપર ફરવા જતી છાત્રોની સવારની હાજરી ૬ વાગ્યે પુરાતી એટલે તે પહેલાં ફરીને આવવાનું થતું. તેઓ નડિયાદ નિશાળમાં હતા ત્યારે કોઈ મહાત્મા પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org