SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કૉલેજ-જીવનનો પરિચય અને તે ભાવના અનુસાર તે સંસ્થામાંથી જુદાં જુદાં ક્ષેત્રમાં દેશને ઉપયોગી થઈ પડે તેવા વિદ્યાર્થીઓ પણ બહાર પડ્યા છે. ' સને ૧૮૮૪માં મુંબઈના ગવર્નર જેમ્સ ફરગ્યુસનને હાથે ખુલી મુકાયેલી અને ૧૮૮૫માં ચાલુ થયેલી આ સંસ્થામાં અમારા પહેલાં સર પ્રભાશંકર પટ્ટણી, મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત કવિ), હાલ મધ્યસ્થ સરકારના નાણાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી. નટવરલાલ ભગવતી, સર ચંદુલાલ ત્રિવેદી, મહાદેવ હરિભાઈ દેસાઈ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, ડૉ. કુંવરજી નાયક, અર્થશાસ્ત્રના પ્રિ. ચંદુલાલ નગીનદાસ વકીલ, વગેરે ભણી ગયા હતા. સંસ્થાની સગવડ અને તેમાં આવતા વિદ્યાર્થીઓ જોઈને કેટલાક વિદ્યાર્થી પિતાનું ખર્ચ આપીને પણ તેમાં રહેવા આવતા. સ્વ૦ ભૂલાભાઈ દેસાઈ એ રીતે આ સંસ્થામાં ભણેલી. અમારી સાથે રહેવામાં પણ ભણવામાં અમારાથી એક વર્ષ આગળ મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી. ડી) વી) વ્યાસ હતા. તેઓ વેદાંતસૂત્ર ઉપરના શાંકર ભાષ્યના ખાસ અભ્યાસી હતા અને સંસ્કૃતમાં વ્યાખ્યાન આપતા. અમારી સાથે જાણીતા મજૂર મહાજનના એક અંગ્રગણ્ય કાર્યકર્તા અને કેન્દ્ર સરકારના માજી મજૂર-પ્રધાન શ્રી. ખંડુભાઈ દેસાઈ અને લાહેરદિહીના ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનવાળા શ્રી. દલપતભાઈ ડાહ્યાભાઈ દેસાઈ હતા. હરિજન આશ્રમવાળા ભાઈ પરીક્ષિતલાલ મજમુદાર રહેવામાં અમારી સાથે, પણ કોલેજમાં એક વર્ષ પાછળ હતા. બોર્ડિગના ૩૫-૪૦ વિદ્યાર્થીઓ પૈકી, વરસની શરૂઆતમાં થોડી લહેર કરે અને પરીક્ષા વખતે રાત-દિવસ વાંચે એવા ભાગ્યે જ ૨-૫ વિદ્યાર્થી હોય. સામાન્ય વાતાવરણ અભ્યાસનું હતું અને મોટા ભાગના વિદ્યાર્થીઓ વરસની શરૂઆતથી તે પરીક્ષા થતા સુધી ભણવામાં નિયમિત ધ્યાન આપનાર હતા એટલે પરીક્ષા વખતે મગજ ઉપર ભાર ઓછો રહે. સને ૧૯૧૯માં ઇન્ટર આ સની પરીક્ષા આવી તે પહેલાં ૮-૧૦ દિવસ અગાઉ અમારી મંડળીના મિત્રોએ પોતપોતાનાં પાઠયપુસ્તકો વાંચવાનું પૂરું કરી લીધું હતું અને શ્રી મગનભાઈ, શ્રી. શંકર વામન દેશપાંડે (જેઓ યુનિવર્સિટીમાં મેટ્રિક વખતે પહેલા આવેલા અને પછીથી બારડોલીના ઠરાવ બાદ સામ્યવાદી થઈ ગયેલા) અને અમે બીજા ૨-૪ જણ રોજ સવારે બગીચામાં ને સાંજે હેન્ગગ ગાર્ડનમાં સાથે બેસી કે ફરતાં ફરતાં જુદા જુદા વિષયોની ચર્ચા એ૦ – ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy