SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક ૧૯૨૧ સુધીનાં ૪ વરસ આ ડિગમાં અમે સાથે રહેવામાં અને અભ્યાસ કરવામાં કાઢયાં હતાં. મુંબઈમાં એક બાજુએ ગોવાલિયા ઢેક અને બીજી બાજુએ મલબાર હિલ ચઢવાનો બગીચો – એની વચ્ચે શેઠ ગોકુળદાસ તેજપાલના ટ્રસ્ટની ત્રણ સંસ્થાઓ આવેલી છે : લક્ષ્મીનારાયણ મંદિર, બોર્ડિંગ, અને સંસ્કૃત પાઠશાળા – જયાં સને ૧૮૮૫માં રાષ્ટ્રીય મહાસભાનું પહેલું અધિવેશન ભરાયું હતું. ઘણાંખરાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી ઓરડીઓ હોય છે, એવું ત્યાં નહોતું. ૩૫-૪૦ વિદ્યાર્થીઓ માટે વાંચવાનું બની શકે તે સારુ ટેબલ ખુરશી વગેરેની સગવડવાળે લગભગ ૭૦૪૨૨ મોટો હોલ હતો. સામાન મૂકવાના અને જમવાના ઓરડા જુદા. પાસે લાઇબ્રેરીને મેટો ખંડ અને મેડા ઉપર સૂવાના પાંચ વિશાળ ઓરડા. ત્યાંના ઝરૂખામાંથી બોર્ડિંગ અને મંદિરને બગીચો મૂકી સૂઝ રોડની પાર મલબાર હિલના બગીચાનાં ફૂલ અને ઝાડ દેખાયા કરે. મૅટ્રિકની પરીક્ષામાં ઊંચે નંબરે જેઓ આવ્યા હોય તેઓ પૈકી સાધારણ અગર ગરીબ કુટુંબના વિદ્યાર્થીઓને કાંઈ પણ ખ લીધા વિના આ સંસ્થામાં ચાર વરસ રાખવામાં આવતા હતા, અને ખોરાક, ફી તેમ જ પુસ્તકોની વ્યવસ્થા શેઠ ગોકુળદાસના ટ્રસ્ટ-ફંડમાંથી થતી. શેઠ ગોકુળદાસ કચ્છ-કોઠારામાં ભાટિયા કુટુંબમાં સને ૧૮૨૨માં જગ્યા હતા. નાની વયમાં તેમના પિતા દેવલોક પામ્યા બાદ તેમણે મુંબઈમાં રૂને વેપાર ચાલુ રાખ્યો અને કહે છે કે સને ૧૮૬૨-૬૩માં અમેરિકામાં આંતરિક યુદ્ધ થવાથી મુંબઈના રૂ બજારમાં તેજી આવી ત્યારે તેઓ ઘણું કમાયા. ૪૫ વરસની ઉંમરે તેમની તબિયત બગડી અને સને ૧૮૬૭માં તેમણે વીલથી મુંબઈમાં અને કચ્છમાં ધાર્મિક, ધર્માદા અને કેળવણીની સંસ્થાઓ કાઢવા માટે ઘણી ભારે રકમ જુદી કાઢી. હાલ આ ટ્રસ્ટની મિલકત ૭૪ લાખની છે અને દર વરસે ૭ લાખની આવક અને ખર્ચ થાય છે. અને આ બધાં ઉપરાંત કદાચ વધારે મહત્ત્વની વાત અમે એવી સાંભળતા કે, “મારી સંસ્થામાં જે વિદ્યાર્થીઓ રહે તે ધર્માદા ખાતેથી ભણે છે એવા વિચાર તેમને આવે એવે વર્તાવ તેમની સાથે કદી રાખવા નહીં અને મારા જ પુત્રો ભણતા હોય એવી ભાવનાથી તેમને રાખવા’– એવી ગોકુળદાસ શેઠની સુચના હતી. ડૉ. ભલે દાજી અને નર્મદાશંકર કવિના મિત્રને એ જ ભાવના ભે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy