________________
સાક્ષરશ્રી રમણલાલ દેસાઈ 4. સાક્ષરશ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનું હૃદય બંધ પડી ઓચિતું અવસાન થયું, એ નેધતાં દુ:ખ થાય છે.
તે આપણા જાણીતા નવલકથાકાર હતા. રાષ્ટ્રની આઝાદીની લડતના ભાવે અને ભાવનાઓ વણીને તે કથાઓ રચતા હતા; તેને અનુરૂપ પાત્રને જન્મ આપતા હતા. આથી એમની કથાઓ ખૂબ લોકપ્રિય થઈ.
તેમની કલમ પણ ભારે વસી હતી. વડોદરા રાજ્યની વહીવટી નોકરીમાં છતાં તે ડઝનબંધ પુસ્તકો આપતા રહ્યા હતા, અને તેમાંથી નિવૃત્ત થયા પછી ગુજરાતના જાહેર જીવનમાં પણ રસ લેતા હતા. '
- ૬૨ વર્ષની ઉમરે તે ગયા, એ વહેલું કહેવાય. પ્રજાના સંસ્કારજીવનનું ચિંતન મનન કરી તેને નિચોડ આપતા રહેનારા લોકેની જરૂર સ્વરાજમાં વધારે છે. તેવી આશા આપણે આપણા લોકહિતૈષી સેવકો, વિચાર, લેખકો તથા સમર્થ કથાકારો અને કલાકાર પાસેથી રાખી શકીએ.
- સ્વ૦ રમણલાલ એવા કથાકાર થવા મથનારા એક હતા. ગુજરાતને અક્ષરદેહ ઘડવામાં એમણે કરેલું કામ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હમેશ માટે નોંધપાત્ર રહેશે. - - ૨૬-૯-૫૪ - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org