________________
શ્રી. બ. ક. ઠા.
ભ્યાસી વરસની પાકી ઉમરે ગુજરાતના વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ અધ્યાપક તથા સાક્ષર શ્રી. બ. ક. ઠાકર ઓચિંતા ગયા, તેથી ગુજરાતના સાહિત્યને ભારે ખેટ ગઈ.
ગુજરાતી સાહિત્યના જના જોગીઓની પેઢીના છેલ્લા અઠંગ વીર એ ગણાય. આપણા આખા ચાલુ સાહિત્ય અને પ્રજા-જીવન ઉપર તે પિતાની વિદ્યા-પૂત દષ્ટિ રાખતા. એટલું જ નહિ, જ્યાં જેવું કહેવા કરવા કે ધ્યાન ખેંચવા જેવું લાગે ત્યાં તેવું તરત અને નીડરતાથી તે કરતા.
મારે એમની સાથે કોઈ અંગત ઓળખ કે સંબંધ નહોતાં. પરંતુ પ્રેમાનંદનું મામેરું મેં સંપાદિત કરેલું તે એમના જોવામાં આવ્યું. તેની પ્રસ્તાવનામાં મેં એક વિધાન કરેલું. જેને અંગે એમણે મને પત્ર લખ્યો, તેથી મને સાનંદ આશ્ચર્ય થયું. મેં એમને તરત એ વિશે ખુલાસો લખ્યો અને મારા જેવાની પ્રસ્તાવનામાં પણ રસ લેતા આ વયોવૃદ્ધ વિદ્વાનને મેં મારાં પુસ્તકો મોકલ્યાં. જવાબમાં તેમણે મને પિતાનાં મોકલી આપ્યાં. જે આજે મારે માટે મીઠી સ્મૃતિરૂપ બન્યાં છે.
- આ પ્રકારની દિલની કુમાશ અને સાહિત્યસેવાની તથા પ્રજાહિતની ધગશવાળા તે હતા. એ એમના આજીવન અધ્યાપકપણાને ગુણ હતો. તે ગદ્ય પદ્ય લેખક એ ગુણની પ્રેરણાથી બન્યા હતા.
એમની અભ્યાસી વૃત્તિ આપણે માટે સૌથી મોટો વારસો ગણાય. પ્રજાહિતની બધી પ્રવૃત્તિઓ તથા પ્રશ્નો વિશે અભ્યાસ કરવો, તેનું મનન કરવું અને એમ પ્રજા-જીવન વિદ્યાભૂત હેય, એ એમની મોટામાં મોટી શીખ આપણા ભણેલા વર્ગને માટે હતી, એમ હું સમજ્યો છું. એ વસ્તુ આજે ખૂબ જ મહત્વની છે, એ સૌને દેખાય છે.
બ. ક. ઠા. એ બાબતમાં ધડે લેવા જેવું જીવન ગાળીને ગયા. પ્રભુ એમને શાંતિ આપે, ૨૪-૧-'પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org