________________
૧૧૩
સંસદીય જીવનઝરમર નિયુક્તિ રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવી. વિધાનપરિષદની સભ્ય સંખ્યા પણ વધારીને ૭ર ની કરવામાં આવી.
રાજય-પુનર્રચના પંચના અહેવાલના પરિણામે ૧ નવેમ્બર, ૧૯૫૬ થી હિંદનાં રાજયોની ભાષાના ધોરણે પુનર્રચના કરવામાં આવી. વસ્તીની દૃષ્ટિએ રાષ્ટ્રભરમાં બીજે નાંબરે અને પ્રદેશની દૃષ્ટિએ રાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે આવતા મુંબઈના નવા રાજ્યની રચના થતાં, તેમાં જુના મધ્યપ્રદેશ રાજ્યને વિદર્ભવિસ્તાર, જૂના હૈદરાબાદ રાજયને મરાઠવાડા વિસ્તાર અને સૌરાષ્ટ્ર તેમ જ કચ્છના વિસ્તારો ઉમેરાયા. પરિણામે સ્વાભાવિક રીતે જ વિધાનસભા અને વિધાનપરિષદની સભ્ય સંખ્યામાં સારો એવે વધારો થયો. હાલ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૩૯૭ની છે અને વિધાનપરિષદમાં સભ્યોની સંખ્યા ૧૦૮ની થઈ છે.
મુંબઈ રાજયની વિધાનપરિષદમાં શ્રી, મગનભાઈ દેસાઈ ૧૯૫૨ થી ગવર્નર દ્વારા નિયુક્ત થયેલ સભ્ય છે. વિધાનપરિષદમાં નિયુક્ત થયા બાદ તેમણે અત્યાર સુધીમાં અનેક વિષયોની ચર્ચામાં અગત્યને ભાગ લીધો છે.
પ્રતિવર્ષ થતી અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા અને ગવર્નરના સંભાષણ ઉપરની ચર્ચા ઉપરાંત સેલ્સ ઑફ મોટર સ્પિરિટ ટેકસેશન બિલ, મુંબઈ યુનિવસટી બિલ પેમેન્ટ ઓફ વેજીસ બિલ, વિદ્યાપીઠોમાં ભાષાના માધ્યમ અંગેનો બિનસરકારી સંક૯૫, રાજ્યની વિદ્યાપીઠોનો કાયદો સુધારવાનું બિલ, ઑકટોબરમાં લેવાતી એસ. એસસી. પરીક્ષાની નાબૂદી કરવા અંગેને બિનસરકારી સંકલ્પ, ગ્રામપંચાયત સંશોધન બિલ, બાળ સંન્યાસ દીક્ષા નિયમન બિલ, ડિસ્ટ્રિકટ મ્યુનિસિપલ અને મ્યુનિસિપલ બરેઝ બિલ, પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ, રાજય-પુનર્રચના બિલ, મુંબઈ શહેરમાં પોલીસે કરેલા ગોળીબાર અંગે તપાસ કરવા અંગેનો બિનસરકારી સંકલ્પ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ બિલ, શહીદોનાં સ્મારક ખસેડવાને પરિણામે ગુજરાતમાં થયેલાં તોફાને અંગેની બિનસરકારી સભામકૂફીની દરખાસ્ત, પાંચમા ધોરણથી અંગ્રેજી દાખલ કરવા પરત્વેને બિનસરકારી સંકલ્પ – વગેરે અનેક વિષયોની ચર્ચામાં શ્રી. મગનભાઈએ તલસ્પર્શી વિવેચન કરી, પિતાનાં મંતવ્યો સ્પષ્ટપણે અને નીડરતાપૂર્વક રજૂ કર્યો છે. જ્યારે એ) – ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org