________________
એક ઝલક ૨૦ની હતી. ૧૮૯૨ માં ઈન્ડિયન કાઉન્સિલ્સ એકટ નામના ધારાથી આ કાઉન્સિલની સંસદીય પ્રવૃત્તિ કંઈક અંશે વિસ્તૃત બની. સભ્યો રાજ્યકર્તાએને પ્રશ્નો પૂછી શકતા અને વહીવટી સરકાર પાસેથી તેના જવાબો મેળવતા. ૧૯૦૭માં મર્થી-મિન્ટો સુધારા જાહેર થયા. આ સુધારાને પરિણામે મુંબઈ રાજ્યની કાઉન્સિલની સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને તે સંખ્યા ૫૦ની થઈ.
જેને માંટફોડ.રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના રાજકીય સુધારા ૧૯૧૯થી અમલી બન્યા. આ સુધારાની પદ્ધતિ દ્વિમુખી હતી. સરકારી સભ્યો કરતાં બિનસરકારી સભ્યોની સંખ્યા વધુ રાખવામાં આવી હતી. છતાં કાઉન્સિલ જે કાંઈ ઠરાવ કે ધારો પાસ કરે, તેને અવધવાની સત્તા ગવર્નર હસ્તક હતી.
૧૯૧૯ને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ તા. ૧ એપ્રિલ, ૧૯૨૧ના રોજ અમલમાં આવ્યો અને ૧૯૩૭ સુધી અમલમાં રહ્યો. આ કાયદા પ્રમાણે મુંબઈ રાજયની કાઉન્સિલની સભ્ય સંખ્યા ૧૧૪ની થઈ.
૧૯૩૫ના કાયદાથી મુંબઈના વિધાનમંડળનાં બે ગૃહ બન્યાં: એક ઉપલું ગૃહ, એટલે કે કાઉન્સિલ અને બીજું નીચલું ગૃહ એટલે કે વિધાનસભા. " ૧૯૩૭માં વિધાનસભાના સભ્યોની સંખ્યા ૧૭પની કરવામાં આવી અને વિધાનપરિષદની સભ્યસંખ્યા ૧૦ની રાખવામાં આવી.
આ રીતે પ્રાનિક સ્વશાસન મુંબઈ રાજયની અંદર ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી ચાલશું. '
૧૯૪૬માં કોંગ્રેસે રાજ્યતંત્રમાં પુનઃ પ્રવેશ કરતાં સંસદીય જીવન ફરી શરૂ થવા પામ્યું.
૧૯૪૯-૫૦માં વડોદરા, કોલ્હાપુર વગેરે કેટવાંક દેશી રાજ્યોનું મુંબઈ સાથે જોડાણ થયું. આમ જોડાયેલાં રાજ્યમાંથી પ્રતિનિધિઓ આવતાં, વિધાનસભામાં ૬૧ સભ્યોને વધારો થશે અને વિધાનપરિષદમાં ૧૦ સભ્યોને વધારો થયો.
૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યાર બાદ કોઈ પણ જાતના અલગ પ્રતિનિધિત્વના ભેદભાવ વિનાની, પુખ મતાધિકાર હેઠળની, પ્રથમ સામાન્ય ચૂંટણી ૧૯૨૧-પરમાં થઈ. ૧૯૫૨માં વિધાનસભાના સભ્યોની સંખ્યા ૩૧૬ની કરવામાં આવી, જેમાં એક એંગ્લો-ઇન્ડિયન સભ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org