________________
એક એલફ
૪
૧૯૩૫માં શરૂ કરેલું વિનય મંદિર ચાલુ હતું. તે ઉપરાંત પ્રકાશનેાનું કામ, સંશોધનનું કામ, ગ્રંથાલયનું કામ જેમ હતું તેમ સંભાળી રખાતું હતું. પણ તે કામેાને વેગ મળવાના સંજોગા હતા નહીં, તે સમયે વિદ્યાપીઠની આર્થિક સ્થિતિ પણ એવી હતી કે આવક-ખર્ચના આંકડા સરખા કરતાં મુશ્કેલી અનુભવવી પડતી હતી. દર સાલ વિદ્યાપીઠ ફાળો ઉઘરાવાતા હતા અને તેમાં પણ જરૂરી રકમ એકઠી થઈ શકતી નહોતી. તે વખતે વિદ્યાપીઠનાં પ્રકાશના ખાતે કુલ રોકાણ સાળ હજાર જેટલું જ થઈ શકયું હતું; ગ્રંથાલયનાં પુસ્તકોની કિંમત ફક્ત એકતાલીસ હજાર સાતસેાની જ હતી; જોડણીકોશનું કામ ધીમું હતું. ટૂંકમાં, સરદારશ્રીના શબ્દોમાં કહીએ તો, સફળ બી સયવાયું હતું તે ઊગીને ધરતી ઉપર દેખાવા માંડયું હતું. તેને ઉછેર કરનાર કુશળ માળીની જરૂર હતી. શ્રી. મગનભાઈ દેસાઈએ આવા કપરા સંજોગમાં વિદ્યાપીઠનું મહામાત્રપદ સ્વીકાર્યું.
શ્રી. મગનભાઈ દેસાઈ મહામાત્રપદે આવ્યા પછી તે વખતની પાંચમી કક્ષા સુધીના ચાલુ વિનયમંદિરને પૂર્ણ વિનયમંદિર બનાવવામાં આવ્યું. ઈ૦ ૨૦ ૧૯૩૮માં વિનય મંદિર ઉપરાંત વર્ષાશિક્ષણ તાલીમ વર્ગ, પ્રૌઢશિક્ષણ તાલીમ વર્ગ, અને પ્રૌઢશિક્ષણનું કામ ઉપાડવામાં આવ્યું. ગુજરાતનાં શાળા મંડળાએ મેાકલેલા શિક્ષકોએ વિદ્યાપીઠના વર્ષાશિક્ષણ તાલીમ વર્ગમાં તાલીમ લઈ પોતપાતાના જિલ્લાઓમાં વધુ તાલીમની શરૂઆત કરી. આ વર્ગ પૂરો થયા બાદ અમદાવાદ જિલ્લા શાળા મંડળના શિક્ષકોને ઉદ્યોગની તાલીમ આપવાનું કામ વિદ્યાપીઠે માથે લીધું. પ્રૌઢશિક્ષણના કામની શરૂઆત નજીકના ઉસ્માનપુરા ગામમાં ત્રિશાળાથી કરવામાં આવી. મજૂર મહાજનના પ્રૌઢશિક્ષણના વર્ગોમાં પણ વિદ્યાપીઠે મદદ કરી. ૧૯૩૯માં બાળવર્ગ અને પહેલા ધારણથી કુમારમંદિરની શરૂઆત કરવામાં આવી.
આ બધી શૈક્ષણિક પ્રવૃત્તિએ ઉપરાંત ૧૯૩૭માં જોડણીકોશના કામને વધુ સેવકો રોકી વેગ આપવામાં આવ્યો. એ જ સાલમાં રાષ્ટ્રભાષાના કોશનું કામ ઉપાડયું. વળી વાચનમાળાની પહેલી ચાર ચાપડીએ તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સરકાર સાથેના પત્રવ્યવહારને પરિણામે વિદ્યાપીઠના જોડણીકેશને સરકારી માન્યતા મળી. ૧૯૩૮-૩૯માં શ્રી. મગનભાઈ દેસાઈના તંત્રીપદે શિક્ષણ અને સાહિત્ય ચાલુ કરવામાં આવ્યું. ૧૯૪૦-૪૧માં વિજ્ઞાનની પરિભાષા તૈયાર કરવાનું કામ શરૂ થયું.
એટલામાં ૧૯૪૨માં સ્વરાજની લડત શરૂ થતાં સંસ્થાનું કામકાજ બંધ કરવામાં આવ્યું. સંસ્થાની સાચવણી પૂરતા બે સેવકોને રાખી બીજા સૌને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org