________________
હદય, પટેલ બિલ્ડિઝ વિદ્યાપીઠના પુનર્ગઠન અંગે
મ્યુ. સ્નાનાગારની બાજુમાં ગોપાળદાસનો પત્ર
અમદાવાદ-૧૪ મુ0 ધીરુભાઈ,
તા. ૧૧-૧૦-૧૯૭પ હું સત્ય કે નમ્રતા - કશાનો દાવો કરતા નથી
આપ ગઈ કાલે, તા. ૧૮-૧૦-'૩૫ના સ્થાપના દિને વિદ્યાપીઠનું પુનર્ગઠન કઈ રીતે શક્ય છે તેને વિચાર કરવા મળનારી સભામાં ભાગ લેવાનું નિમંત્રણ આપવા જાતે આવ્યા હતા. તથા સાથે એવી પ્રેમભરી ચેતવણી આપતા ગયા હતા કે, જો હું તે દિવસે નહીં આવું તે આપ ગાડી લઈને જાતે તેડવા આવશો એ પરિસ્થિતિ ઊભી થાય તેની કલ્પનાચિત્રથી જ મને એવી મૂંઝવણ થઈ આવી કે, આ પત્ર લખીને, મારી મૂંઝવણ દૂર કરવા પ્રયતન કરું છું. ટૂંકમાં જણાવું તે –
૧. વિદ્યાપીઠ સંસ્થા બંડખોર સંસ્થા તરીકે જન્મી છે – બ્રિટિશ સરકારના સ્થાપિત હિત સામે, સાચી રાષ્ટ્રીય કેળવણીની ક્રાંતિ લાવવાના હેતુથી તેને જન્મ થયો હતો, અને આઝાદી બાદ પણ સરકારી તંત્રથી મુક્ત પણે કેળવણીની રાષ્ટ્રીયતા જાળવવાના હેતુથી તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં
આવ્યો હતો.
તેવી સંસ્થાનું પુનર્ગઠન બીજી સરકારી યુનિવર્સિટીની રીતે ન થઈ શકે. એ મંત્રો કેળવણીમાં કશો સુધારો કરી શકતાં નથી, એ તેની સાબિતી છે.
વિદ્યાપીઠ જેવી સંસ્થામાં પુનરુદ્ધાર બંડખાર રીતે – ક્રાંતિની રીતે જ થઈ શકે. શ્રી. મોરારજી વગેરે જે વિદ્યાપીઠને ગાંધીજીથી જુદા માર્ગે ઘસડી ગયા, તેઓને હઠાવવાનું સૂત્રો લઈને જે આવે, તે જ વિદ્યાપીઠનો માર્ગ બદલી શકે. શ્રી. મેરારજીએ તેથી જ અમુક ટોળકીને હાથમાં લઈ, વિદ્યાપીઠને ગાંધીજીની રીતે ચલાવનારા સેવકોની હત્યા કરીને, પિતાના માણસો ગોઠવી દીધા. શ્રી. મોરારજી, શ્રી. રામલાલ, શ્રી. વિનોદ ત્રિપાઠી અને બીજાઓ, જેઓને કેળવણી (અને તેમાંય રાષ્ટ્રીય કેળવણીની સાથે સહેજ પણ સ્નાનસૂતક નથી. તેવાઓને પહેલે તડાકે વિદ્યાપીઠમાંથી હાંકી કાઢવા
૨૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org