________________
એક ઝલક આશ્રમમાં ઘેર ઘેર ફેરવેલો! આવી આવી વર્તણૂકથી છોકરો ઉદ્ધત થયો હતો અને ઘરમાં કેઈને ગાંઠતો ન હતો. મગનભાઈની અસર તળે તે ઝપાટાભેર સુધરવા લાગ્યો અને તેમને એક પ્રિય વિદ્યાર્થી થઈ પડયો. ગાંધીજીને એક પત્ર સ્વ૦ રસિક હોશિયાર, ઉદ્યોગી, પણ જબરો મશ્કરો અને તેની હતે. સ્વ૦ જયંતી પારેખ, જે સાબરમતી જેલમાં ગોળીબારનો ભોગ બન્યો હત, તે મનને અતિશય હળવો, સહેજમાં ઉશ્કેરાઈ જનારો અને સ્વતંત્ર વૃત્તિનો હતે. બીજે એક વિદ્યાથી માબાપવિહોણો હતો અને તેથી તેનું મન સહેજ દબાયેલું રહેતું અને તેની લાગણી ખૂબ આળી હતી. પણ તે અતિશય સુસ્વભાવી હતી. આ બધા વિદ્યાર્થીઓ મગનભાઈના સહવાસમાં આવ્યા અને સ્વાભાવિક જીવન ગાળતા થયા.
તે અરસામાં આશ્રમમાં ઘણા મોટા મોટા કાળા સાપ નીકળતા; તે પકડવા છોકરાઓ લાકડી લઈને દેડી જતા. તેમની સાથે મગનભાઈ પણ જતા અને તેમને સક્રિય મદદ કરતા. છોકરાઓ તેમની જોડે કેટલી મોકળાશથી રહેતા, તેને એક જ દાખલો આપું. એક રાત્રે ૮–૯ની વચ્ચે બે છોકરાઓ પિોલીસને વેશ લઈને તેમના ફળિયામાં ઘૂસ્યા અને તેમનાં પત્ની સૌ. ડાબહેનને અર્ધી અંગ્રેજી અને અધ હિંદીમાં મગનભાઈ વિષે પૂછપરછ કરવા લાગ્યા. સ્વ૦ રાવજીભાઈ અને હું પાસેના જ ઘરમાં રહેતા હતા. અમે પણ ઘેર ન હતા. તેથી ફળિયાની બધી જ બહેનો એકઠી થઈ અને ગભરાઈ પણ ખરી. પાંચ દસ મિનિટના નાટક પછી છોકરાઓએ સાહેબના ટોપ માથા પરથી ઉતાર્યા અને ખૂબ હસાહસ થઈ!
તે અરસામાં મગનભાઈ નિયમિત આસનો અને ધ્યાન કરતા. પાતંજલ યિોગદર્શનને અભ્યાસ તેમણે આશ્રમમાં જ સંસ્કૃત અને અંગ્રેજી ટીકાગ્રંથની મદદથી પૂરો કર્યો હતો. વચ્ચે કેટલાક દિવસ તે અને હું સવારે સાબરમતી જેલ સુધી દેડવા જતા. તેમાં હંમેશાં તે મારી આગળ રહેતા. | ' શ્રી. મગનભાઈએ ગૃહપતિ તરીકે પોતાની શક્તિને પરિચય આપ્યા પછી સ્વાભાવિક રીતે આશ્રમના મુરબ્બી મંડળમાં તેમની પ્રતિષ્ઠા વધવા માંડી. તે અરસામાં શ્રી. છગનભાઈ જોષી આશ્રમના વ્યવસ્થાપક હતા. તેઓ તે ઘણી વાર અને ખાસ કરીને ચાર વાગ્યાની પ્રાર્થના પછી આશ્રમના કામ અંગેની ચર્ચા કશ્તા તેમની પાસે આવતા. આશ્રમની પ્રાર્થનાને વ્યવસ્થિત રૂપ આપવાને માટે એક પ્રાર્થનાકમિટી અને ગોશાળાના કામને માટે ગોશાળાકમિટી નીમવામાં આવી હતી. બંનેમાં મગનભાઈ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org