________________
પણ આપે છે. તેમની સાહિત્ય-સેવામાં રાષ્ટ્રના સ્વાતવ્ય-મેરા ઉપર ઝુઝી રહેલા કાંતિ-સૈનિક તરીકે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે એ જોરદાર પ્રવૃત્તિ કરી રહ્યા હતા. એટલે તેમનાં લખાણો વાંચતાં સાહિત્ય પ્રવાહની સાથે પ્રજાકીય જીવન અને પુરુષાર્થના ઇતિહાસની પણ સમીક્ષા કરતા એક અનોખો રસ માણવા મળે છે. એથી તેમનું આ સાહિત્ય એ રીતે એક વિશિષ્ટ ભાત પાડે છે. તેને લાભ આજની યુવાન પેઢીને મળે તે હેતુથી આ ગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે. ગ્રંથના સંપાદનમાં અનેક મિત્રોએ પ્રેમપૂર્વક મદદ કરી છે, તે સૌના ત્રહણી છીએ. તથા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે આ પુસ્તક પ્રસિદ્ધ કરી ઉમદા કાર્ય કર્યું છે. તે માટે વાચક તેને ત્રણ રહેશે.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેપાળદાસ પટેલની અંતરની ઈચ્છા ગુજરાતમાં (મુંબઈની જી. ટી. બેડિંગ જેવી હૉસ્ટેલ) “ફ્રીડમ ફાઈટર હૉસ્ટેલ કમ લાયબ્રેરી', 'મહાત્મા ગાંધી મેમોરિયલ હોલ” તથા “ગાંધી વિચાર અધ્યયન મંડળ સ્થાપવાની હતી. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ભારતીય ઋષિ ડૉ. એમ. એમ. ભમગરાના પવિત્ર હસ્ત ગુજરાતને ભેટ મળે છે તે ગુજરાત માટે ‘સનીય વા ઢિન’ – સેનાને દિવસ છે.
આશા છે કે, ગયે વર્ષે પ્રસિદ્ધ કરેલ “ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે!” ગ્રંથની પેઠે આ “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની વાડમય સેવાની એક ઝલક’ પણ આજના ગુજરાતી વાચકવર્ગને આવકાર્ય થઈ પડશે. આ શુભ કાર્યમાં મદદ કરનાર સૌને અભિનંદન! ૩૦-૧-૨૦૦૪
પુત્ર છે. પટેલ ગાંધી નિર્વાણ દિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org