SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ 4 અક્ષર’ ખળ [સંપાદકનું નિવેદન ] ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના તા. ૧૮-૧૦-૧૯૨૦ના રોજ મહાત્મા ગાંધીજીએ કરી. અને પોતે તેના આજીવન કુલપતિ રહ્યા. તેમણે સરકારી શાળા-કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી શિક્ષણના અસહકાર કરી વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ લેવા પ્રેણા આપી. સેંકડો તેજસ્વી નવજુવાને સરકારી શાળા-કૉલેજોને ત્યાગ કરીને વિદ્યાપીઠમાં જોડાયા. તેમાં શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, શ્રો. જીવણજી દેસાઈ, શ્રી. પાંડુરંગ દેશપાંડે, શ્રી. ચુનીભાઈ બારોટ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી, મણિભાઈ ભ. દેસાઈ વગેરે અગ્રેસર હતા. તે જમાનેા આઝાદીની લડતના હતા. એટલે તે સમય દરમ્યાન પ્રજાને પુરુષાર્થ બધાં ક્ષેત્રોમાં અદ્દભુત રીતે પ્રગટ થતા હતા. તેમ જ સાહિત્ય પ્રવૃત્તિ પણ વિશેષ ઉપાડ પામી હતી; અને પહેલાં ન ખેડાયેલાં કે ઓછાં સ્પર્શાયેલાં ક્ષેત્રમાં પણ વિવિધ પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં હતાં. શ્રી. મગનભાઈ અને ગોપાળદાસને, ગાંધીજીના સૈનિકો તરીકે, એ અરસામાં પ્રજાઘડતરની જવાબદારી સહેજે ઉઠાવવાની થઈ. એ કાર્ય કેવળ સાહિત્યની દૃષ્ટિએ નહીં પણ સ્વસ્થ સુઘડ સમાજજીવન અને ખાસ કરીને સ્વરાજ્ય માટે ઝઝૂમતી પ્રજાના પુરુષાર્થની દૃષ્ટિએ, કેમ કે સાહિત્ય, છેવટે જઈને જોઈએ તો, પ્રજાજીવનનું ઘડતર કરનારું ‘ અક્ષર’ ખળ છે,− કરવાનું હતું. તેમણે તે કામ પ્રથમ દિવસથી જ શરૂ કર્યું; અને તે જીવનના અંત સુધી ચાલુ રાખ્યું હતું. તે વિશિષ્ટ કામના મહિમા કહેા કે સાહિત્ય-વિવેચન-પત્રકારત્વ-ક્ષેત્રમાં પણ શ્રી. મગનભાઈ અને ગોપાળદાસની આગવી દૃષ્ટિ કહેા—તેમનાં વિવેચને આપણા વિવેચન સાહિત્યમાં એક નવી વિવેક-દૃષ્ટિ રજૂ કરે છે; તેમ જ તે કામના આખા પ્રજાકીય પુરુષાર્થનું મૂલ્યાંકન કરી, તેને યથાયેાગ્ય દેારવણી ९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy