________________
ગોપાળદાસભાઈ, અને મગનભાઈએ ગાંધીજી અને રજનીશજીના ભાવમાં રહેલું સંવ અને તવ જોયું અને તેનો લાભ સંક્ષિપ્ત સ્વરૂપે ગુજેરાતી જનસમાજને આપ્યો છે. રજનીશજીના ગ્રંથમાંથી “છે સંતોની વાણીની છ પુસ્તિકાઓ આપી છે. એમાંથીયે વળી સંક્ષેપ કરીને વાનગી તરીકે ચાખવા માટે, ટેસ્ટ માટે, આચમન તરીકે અહીં નાનક, પલટુ, મલૂક, દરિયોભગત, દાદુભગત, કબીરની વાણી રજૂ કરી છે.'
ટેસ્ટ કરતાં ચાખતાં સ્વાદ જીભે વળગે તે પછી ધરાઈને જમવા માટે, તૃપ્ત થવા માટે ગોપાળદાસની છ પુસ્તિકાઓ અને તેથી આગળ રજનીશજીના સંતસાહિત્ય સુધી જવા માટે અને સંતવાણીની ગંગાથી પરિતૃપ્ત થવા માટે અધિકસ્ય અધિકમ ફલ’ સુધી જવા માટે નિમંત્રણ. અને પછી તે,
तव सुधातः स्वादीयः सलीलमातृप्ति पिबतां जनानामानन्दो
परिहसति निर्वाण पदवीम् [ આ લેકમાં જે સત્સંગ સુખ છે. તે વૈકુંઠમાં કયાં છે?
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રદ્ધયશ્રી ગોપાળદાસ પટેલનું સંપૂર્ણ વાડમય ' કેઈ ઉત્સાહી સંસ્થાએ ગુજરાતને બનતી ત્વરાએ આપવું જોઈશે. પ્રકાશક સંસ્થા અને સંપાદકને ઉમદા ગ્રંથ ભેટ આપવા માટે અભિનંદન! ધન્યવાદ! ગાંધી ઘર, દેવી
પરષદરાય દિ. શાસ્ત્રી તા. ૧૪-૧-૨૦૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org