________________
યુદ્ધનું મૂળ કારણું વ્યાસજી ધૃતરાષ્ટ્રને છેવટે એમ કહીને ગયા કે : “મોટી સેના હોય તો નકકી જીત થાય જ એમ નહીં જીત વસ્તુ જ અધૂવ છે. એમાં દેવ આખરે કરે એ જ ખરું!” આ સાંભળીને ધૃતરાષ્ટ્ર વિચારમાં પડી જઈ થોડી વાર થંભી ગયો. પછી વારંવાર ઊંડો શ્વાસ લઈને તેણે સંજયને કહ્યું,
સંજય, આ બધા રાજાઓ અને તેમની સેના માથું હાથમાં લઈને શાને સારુ નીકળી પડયાં હશે વારુ? સામસામે શસ્ત્રોથી ઝૂઝશે; કોઈ પાછો નહીં પડે ને નહીં શાંત થાય. એ બધું ભૂમિ પર ઐશ્વર્ય મેળવવાની ઇચ્છાથી જ ને? મને એ કહે કે, ભૂમિમાં એવા કેવાક ગુણો છે કે, તેને ખાતર જીવને પણ છોડવા રાજાઓ તૈયાર થઈ આવ્યા છે?” - સંજય – હે રાજા, ભૂમિના ગુણી, મારી સમજ પ્રમાણે, તમને કહું તે સાંભળો.
હે રાજા, આ પૃથ્વી પર બે પ્રકારનાં ભૂત કે પ્રાણીઓ વસે છે – એક સ્થાવર, બીજા જગમ. જંગમ પ્રાણીની ત્રણ બોનિઓ કે જાતો છે:-- અંડજ, સ્વેદક, અને જરાયુજ, તેઓમાં જરાયુજ શ્રેષ્ઠ છે. પશુ અને માનવો જરાયુજમાં આવે છે, તેઓ જરાયુજોમાં શ્રેષ્ઠ છે.
જરાયુજ ભૂતો અનેક રૂપવાળાં હોય છે. વેદોમાં તેમના ૧૪ પ્રકાર બતાવ્યા છે. તે ૧૪ પ્રકાર તે આમ :અરણ્યવાસી એવાં સાત છે: સિંહ, વાઘ, વરાહ, પાડે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org