________________
ભાઈ જે ભાઈ એક પ્રમુખ કાર્યકર્તા તરીકેની અખિલ ભારતીય નામના મેળવી. આ કામ છેલ્લાં કેટલાંક વરસેથી તે કેવું જોરશોરથી કરતા હતા એ એટલી બીના પરથી પણ જણાશે કે, એ કામને માટે દર મહિને એ સેંકડે માઈલનો પ્રવાસ ખેડતા હતા! આવી જ કામની એક દેડાદોડીમાં એમને તા. ૨૭-૪-૧૯ના રોજ મોટરનો ભારે અકસ્માત થયો, જેથી માથું તૂટી ગયું અને પાંચ દિવસ બાદ તા. ૩-૫-'૧૯ના રોજ તેમણે દેહ છોડ્યો.
અકસ્માત એ ભારે હસે કે, તેમના જેવા ખડતલ શરીર અને સંયમની વૃતિવાળો જ ટકી શકે. પાંચ દિવસ કાઢયા એટલે અમને આશા પડતી જતી હતી કે, બધું ધીમી ગતિથી છતાં સારું થશે. ત્યાં જ છ દિવસે રાતના તબિયત કથળી અને સવારે પ્રાણ ઊડી ગયા!
પરી અને મગજ પર ઘા હોવાથી, તે લગભગ બેભાન જ હતા અને બેભાનીમાં જ ગયા. બેભાનીમાં પણ તે પિતાના કામ અને તેમની ગોઠવણની જ વાતો લવતા; વચ્ચે વચ્ચે મિત્રોની ખબર કાઢતા અને ભજન ગાતા. તે ભક્તહૃદય આસ્તિક માણસ હતા.
એમના જવાથી, – અને તેય ઓચિંતા, – શ્રી. ડાહીબહેનના દુ:ખનો તે પાર જ નથી. પણ તેમણે ધર્યથી તે સહન કર્યું. આંખમાં આંસુ તો હજીય સુકાયાં નથી, પણ તે વાટે દુ:ખ રડી કાઢયું. રાવજીભાઈની સાથે તે પણ સેવિકા બનેલાં છે અને પતિના કામમાં હમેથ સાથ આપતાં રહેલાં છે.
રાવજીભાઈનું મુખ્ય કાર્યક્ષેત્ર અને તેનું મથક માતર અને ચરોતર હતું. ૧૯૩૪ પછી તેમણે તેને પોતાનું સેવાકેન્દ્ર બનાવ્યું. તેને પરિણામે એ. આ વિભાગ રાષ્ટ્રીય લડતમાં રસ લેતે થયો. ૧૯૪૨ની લડતમાં આ ભાગે સારું કામ કરી બતાવ્યું તેને યશ શ્રી. રાવજીભાઈ દંપતીને અને તેમનાં આશ્રમવાસી સાથી ટી. માધવલાલ-દંપતીને મોટે ભાગે મળે છે.
૧૯૪૦ પછી રાવજીભાઈએ તે ભાગમાં આવેલા ભલાડા ગામે ઉદ્યોગમંદિરની સ્થાપના કરી. આ કામ તેમણે ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામસેવાપ્રવૃત્તિના અંગ તરીકે ઉપાડવું. અને એમ તેમણે આ સંસ્થા જોડે સંબંધ બાંધ્યો તે છેવટ સુધી ચાલુ રહ્યો અને પ્રતિ વર્ષ વધતો રહ્યો.
મુંબઈ સરકારની સર્વોદય યોજના શરૂ થતાં, શ્રી. રાવજીભાઈએ ભલાડાને તેનું કેન્દ્ર કરી, આસપાસનાં ગામને માટે તે યોજનાનું સંચાલનકામ માથે લીધું અને અત્યાર સુધીમાં તેને રાજ્યના એક આગળપડતી કામગીરી બજાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org