________________
એક ઝલક ઉપાડ્યું. શ્રી. રાવજીભાઈને પ્રતાપે થોડા જ વખતમાં વસે ગુજરાતમાં એક આગળપડનું કેન્દ્ર બની ગયું હતું.
૧૯૨૩-૨૪ પછી અમે બંને સત્યાગ્રહ આશ્રમમાં સાથે થયા. હું રાષ્ટ્રીય શાળામાં હત; થોડા વખત પછી તે ખાદીકામમાં ત્યાં આવ્યા. અને આવતાંવૈત અમારા બે પરિવાર એક-કુટુંબવત્ બની ગયા. મારે માટે ભાઈ રાવજીભાઈ ભાઈબંધ જ નહીં, ભાઈ જેવા ભાઈ બની ગયા અને તેમનાં પત્ની શ્રી. ડાહીબહેન અમ દંપતીના માજણ્યાં બહેન જેવા થઈ ગયાં. આમાં રાવજીભાઈદંપતીને અતિ હેતાળ અને સેવાભાવી સ્વભાવ મુખ્ય કારણ હતા. તેમણે અમારી સેવા દ્વારા જ ભાઈ-બહેનપણી જીતી લીધાં હતાં. એવા વાત્સલથગણે કરીને જ શ્રી. રાવજીભાઈએ પિતાના અતિ ઉગ્ર સ્વભાવવાળા પિતાને જીતી લીધા. એથી જ રાષ્ટ્રની સેવામાં સ્વ૦ શ્રી. નાથાકાકા અજાણતાં પણ વળી ગયા હતા. અને એમ જ રાવજીભાઈને આખે પરિવાર – એક ભાઈ અને બહેન તથા માતા – આશ્રમમાં આવી રહ્યો હતો.
રાવજીભાઈ દંપતીના આવા હેતાળ અને સેવાપરાયણ સ્વભાવને પરિચય એમની સાથે સંબંધમાં આવનાર અનેક સાથી કાર્યકર્તા ભાઈબહેનને મળ્યું હશે. જેમ કે, ખાદી ગ્રામોદ્યોગ કમિશનવાળા શ્રી. ધીરુભાઈ દેસાઈ એમના તા. ૬-૫-'૧૯ના પત્રમાં મને લખે છે,
“એમના જવાથી ગૂજરાત વિદ્યાપીઠ, ખાદી-ગ્રામોદ્યોગ કમિશને, ગુજરાત અને આખા દેશે એક શકિતશાળી, અનુભવી, સહૃદયી, નિષ્ઠાવાન સેવક અને આગેવાન ગુમાવ્યો છે. જેઓ એમના સંપર્કમાં એક વાર પણ આવ્યા હશે તેઓ એમને, એમના કામને તથા વ્યક્તિવને કદી ભૂલી શકશે નહીં. એમને હસમુખ અને માયાળુ સ્વભાવ, બીજાઓને ઉપયોગી થવાની તત્પરતા, નિખાલસતા, નીડરતા વગેરે અનેક ગુણનું સ્મરણ કરીને, તેમાંથી પ્રેરણા મેળવીને અને તેમનું અધૂરું રહેલું કાર્ય આગળ ધપાવવાના પ્રયાસ કરીને આપણે એમને યોગ્ય અંજલિ આપીએ. એમની ખટ લાંબા સમય સુધી ન પુરાય એવી
રહેશે.”
૧૯૨૪ પછી રાવજીભાઈ-દંપતી આશ્રમવાસી બન્યાં તે બન્યાં. એમના જવાથી આખા આશ્રમ પરિવારને પણ એક સ્વજન ગયાનું દુ:ખ થયું છે.
૧૯૩૦માં દાંડીકૂચમાં તે જોડાયા અને એ પછી તે આશ્રમ બહારની જંગમ સેવામાં પડયા. અને એમાં ઉત્તરોત્તર આગળ વધીને ખાદી ગ્રામોદ્યોગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org