________________
ભાઈ ભાઈ
૧૪૫ વિદ્યાપીઠ એ પ્રકારના ઉદ્યોગની કેળવણી માટે નથી. હજારો ગામડાંમાં પ્રાણ પૂર, ગામડાંના હજારે બેકારોને કામ આપી તેમનામાં રૂધિર અને પ્રાણ પૂરવાં તે એનું કામ છે. આ કામ આજના યુગમાં ઝપાટાબંધ કરવાનું છે.
જે સ્નાતકોને પદવી આપવામાં આવે છે. તે વિદ્યાપીઠની ઈજજતને ડાઘ લાગે એવું કામ ન કરે. જેની (ગાંધીજી) છબી આપણી આગળ છે તેના આદેશને હંમેશાં યાદ રાખે અને અનુસરે. વિદ્યાપીઠ અને ગુજરાતની કીર્તિને આગળ વધારે તો તેઓ પદવીને યોગ્ય છે. પ્રભુ પાસે મારી પ્રાર્થના છે કે, સ્નાતક પિતાનું જીવન આ રીતે ગાળે. તે બધાને મારા અંતરના આશીર્વાદ છે. કેળવણી વડે કાંતિ -૨'માંથી]
સરદાર વલ્લભભાઈ પટેલ
ભાઈ જેવો ભાઈ
[શ્રી. રાવજીભાઈ નાથાભાઈ પટેલ] અતિ ભારે કલમે આ લખું છે. ભાઈશ્રી. રાવજીભાઈ નાથાભાઈ પટેલના, તા. ૩-૫–૫૯ના રેજ, અમદાવાદ વા. સા. ઇસ્પિતાલમાં, એચિતા અવસાનથી દેશે, અને ખાસ કરીને ગુજરાતે, પોતાને એક નિષ્ઠાવાન અને આજીવન રાષ્ટ્રસેવક ગુમાવ્યો છે. ગુજરાતના ખાદી-ગ્રામોદ્યોગ-કામને માટે તે ન પુરાય એવી ખોટ પડી છે. પ્રભુ એમને પોતાના દરબારમાં ચિરશાંતિ આપે.
અંગત રીતે કહું તે, મારા જેવા અનેક રાષ્ટ્રીય કાર્યકર્તાઓએ એક દિલોજાન દોસ્ત અને અતિ પ્રેમાળ પરગજુ તથા સેવાભાવી સાથી ખાય છે.
- અમે બે લગભગ સરખી ઉંમરના કહેવાઈએ. મારા કરતાં થોડા માસ એ મોટા હતા. ભણવામાં એક જ સંસ્થામાં સાથે નહોતા, પણ અમારું ભણતર સાથે ચાલતું હતું.
અમે બંનેએ ૧૯૨૦-૧માં કૉલેજ છેડી તે છોડી. ત્યાર બાદ અમારી પહેલી મુલાકાત અને ઓળખાણ થઈ. હું શિક્ષણક્ષેત્રમાં વળ્યો, તેમણે સ્નાતક થવાની પણ ગરજ ન રાખી અને લાગલા જ રાષ્ટ્રની લડતના સીધા કામમાં પહોંચી ગયા. અને તરત જ એમની ધગશ અને કાર્થ- તથા સંગઠન- શક્તિ દેખાઈ આવ્યાં. તેમણે વસો અને તેની આસપાસનાં ગામોમાં વણાટકામ એ૦ – ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org