________________
એક ઝલક ગભરાવાની કાંઈ જરૂર નથી. તો બધું ઠીક થઈ શકશે, કોઈ પણ ભૂલો થતી હશે તે તેને સુધારીશું અને બીજાને ભૂલ સમજાવી શકીશું. એ રીતે આપણે મુલકને સીધે રસ્તે ચઢાવવા પ્રયત્ન કરવો જોઈએ.
કેળવણીના ક્ષેત્રમાં આપણી પ્રવૃત્તિ એક તરફ જોરથી ચાલી રહી છે. પણ બીજી બાજુ જેવી રીતે તે થવી જોઈએ તેવી રીતે કામ થતું નથી, વિદ્યાપીઠને બોજો ઘણો છે અને સરકાર આપણી છે. કેળવણીમાં જે ફેરફાર કરવા હોય અને જે જરૂરી છે તે કરવા જોઈએ. કેળવણીની અંદર એક પ્રકારને વિપ્લવ ન થાય, ક્રાંતિ ન થાય તે મુલક આગળ ન વધે. હવે વિદ્યાપીઠનું કામ ઘણું હલકું થયું છે. વિદ્યાપીઠના ૩૦ વર્ષના અનુભવની મૂડી વેડફી દેવી ન જોઈએ. તેણે દીવાદાંડીની માફક માર્ગદર્શક થવું જોઈએ. જેટલા ફેરફાર કરવા પડે તે કરવાની જરૂર છે. વિદ્યાપીઠનું આકર્ષણ તેજસ્વી કે મોહિત થવા જેવું ન લાગે, પણ આપણે વારંવાર જે ચડતી પડતી થઈ તેમાં ફુલાઈ નથી ગયા તેમ જ ગભરાયા નથી. એ રીતે સ્થિર કામ કરી લોકોને આકર્ષવા જોઈએ. આ કામ સ્નાતકોનું છે. લોકેએ પણ જોવું જોઈએ કે, ૩૦ વર્ષનો ઝળકો ઇતિહાસ આટલા ટૂંક સમયમાં બીજી કોઈ સંસ્થાએ મેળવ્યું નથી, મેળવી શકશે નહીં. તે ઇતિહાસ વધારે ઉજજવળ બને તેવું કરવું જોઈએ. આ બધું ગાંધીજીને આભારી છે. તેમણે દેશના ઇતિહાસમાં વિદ્યાપીઠનું નામ દાખલ કરાવ્યું. | મગનભાઈ કહે છે કે “ શારીરિક કેળવણી માટે કંઈક કરવું જોઈએ.' ઠીક વાત છે. મને અનુભવ છે કે ગુજરાતના રક્ષણ માટે રોકીદાર, ગુરખા, પઠાણ વગેરે બહારથી લાવવા પડે છે. આપણે વેપાર રોજગાર ખૂબ કર્યો, ખૂબ કમાયા અને ખૂબ કમાઈએ છીએ. છતાં ઘર આગળ પઠાણ, સિંધી કે ગુરખ રાખીએ ત્યારે માલિક કોણ એ સમજાતું નથી. એટલે ગુજરાતના નવજુવાનેએ આ કામ કરવું જોઈએ.
સ્વરાજ તો મળ્યું પણ ઝીલવું કેવી રીતે? આર્થિક ક્ષેત્રમાં થોડે ઘણો ઉદ્યોગ અહીં છે. પણ તે પૂરતું નથી. દુનિયાના મુલકોની સાથે આપણે ઊભા રહેવું છે. વારસામાં મળેલું સાચવી રાખવું નહીં જોઈએ, તેને વધારવું જોઈએ, આ શહેરમાં જેણે ઉદ્યોગની સ્થાપના કરી, જેણે મિલ ઊભી કરી, તેઓ સર ચીનુભાઈના કુટુંબીઓ હતા. રણછોડભાઈ વિલાયત જઈ પહેલી મિલ અહીં લાવ્યા. તેથી તેમને લોક રણછોડ રેંટિયો કહેતા. આજે તેમના હાથમાં મિલ નથી, જો આપણે અગમ-બુદ્ધિ ન વાપરીએ તો ઉદ્યોગ હાથમાં ન રહે. આપણે તેના રોકીદાર રહેવું જોઈએ અને અગમચેતી વાપરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org