________________
३७
એક અનેખી વ્યક્તિ વગરની સિન્ડિકેટ નીરસ બની જશે અને વધુમાં તેઓ સિન્ડિકેટમાં હોવા જ જોઈએ એવું હું માનતો હોવાથી, મેં તેમને ચૂંટણીમાં ઊભા રહેવા આગ્રહ કર્યો. તેમણે મને લખી જણાવ્યું કે, તે વખતના સંજોગો જોતાં અને બીજા અગત્યના સંજોગો જોતાં અને બીજા અગત્યના કામના બોજાને લીધે તેમણે લીધેલો નિર્ણય બરોબર છે. અને વધારામાં આ નિર્ણયને લીધે હું તેમને “જિદ્દી' તો નહીં જ માનું એવો ઉલ્લેખ કરેલો. શ્રી. મગનભાઈ
જિદી” છે એવી સાધારણ માન્યતા કેટલાંક વર્તુળમાં પ્રવર્તે છે. સામાનું દષ્ટિબિંદુ ધ્યાનમાં લીધા પછી પણ પિતાની વસ્તુ જો તેમને ખરી લાગે, તે તેને તે વળગી રહે છે. પોતાના સિદ્ધાંતોને અંગે બાંધછોડ ન કરે, અને પિતાને સત્ય લાગે એ જ નીડરપણે કહે, તેને લઈને જે એમને જિદી કહેવામાં આવે, તો તો બરાબર.
કેટલીક નાની બાબતે ઉપરથી પણ શ્રી. મગનભાઈ માટે સહજ માનની લાગણી પેદા થાય છે. સિન્ડિકેટની ચૂંટણી થવાની હોય તે વખતે એક નાની ચબરકી છપાવી પોતે ચૂંટણીમાં ઊભા રહેવાના છે એની માત્ર જાણ સેનેટના સભ્યોને ટપાલ મારફતે કર્યા પછી, કોઈને પણ તે સીધેસીધા મળતા નથી અને મત માટે કહેતા નથી.
શ્રી. મગનભાઈનાં અનેક પાસાં છે, તેમની નીડરતા, તેમની પ્રમાણિકતા અને તેમનાં સચોટ અને વેધક વિધાનો એ એમની વિશિષ્ટતા છે. પોતાને સત્ય લાગે, પછી બીજાને ગમશે કે નહીં એ મુશ્કેલી કદી તેમને નડતી નથી. શ્રી. મગનભાઈ સાથે સહમત ન થનારા પણ તેમના ઉપરના ગુણોનો અને તેમની વિદ્વત્તાની તારીફ કરે છે. તેમનામાં રહેલી સાદાઈ સહેજે તરી આવે છે અને “Plain living and high thinking' એ સૂત્ર તેમને બંધબેસતું આવે છે.
ઘડાયેલા નિયમોનું કડક અને ચુસ્તપણે પાલન કરવાનો એક સૈનિકની માફક આ ગ્રહ તેઓ સેવે છે. પરીક્ષા અંગે અગર તે બીજી કોઈ પણ જાતની ગેરરીતિઓ અપનાવનાર ખિત નસિયત ક ના તેઓ હંમેશા તત્પર હોય છે. આમ છતાં એક વસ્તુને નિર્દેશ કરવો જરૂરી છે; કારણ કે કદાચ એ વસ્તુની ઘણાને જણ પણ ન હોય. કોઈ પણ નિયમ વાંચતાં જો બે અર્થ નીકળી શકતા હોય તે વિદ્યાર્થીઓને જેનાથી વધુમાં વધુ લાભ મળે તેવો અર્થ ઘટાવવા તેઓ આતુર હોય છે અને અનેક વિદ્યાર્થીઓને આનો લાભ મળેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org