________________
એક ઝલક શ્રી. મગનભાઈએ હરહંમેશ નિયમિત અને પ્રવૃત્તિમય જીવન ગાળ્યું છે. વાચનને અનહદ શેખ; અને લાંબા તથા મનનીય લેખો લખતાં કદી કંટાળે નહીં. “જોડણીકોશ'ની ત્રીજી આવૃત્તિ તૌયાર કરવાનું ભગીરથ કામ શ્રી. મગનભાઈને સોંપવામાં આવેલું. ત્રીજી અને ચોથી આવૃત્તિઓ, તેમ જ તેમણે લખેલી સુંદર પ્રસ્તાવના” જોતાં તેની પાછળના અથાગ પરિશ્રમને સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. ઉપનિષદોને તેમણે કરેલો ઊંડો અભ્યાસ સુવિદિત છે. શુદ્ધ ભાષા માટે તેઓ આગ્રહ સેવતા આવ્યા છે. ભાષાંકમિશનના એક સભ્ય તરીકે તેમની વરણી કરીને ભારત સરકારે તેમની વિદ્વત્તાની કદર કરેલી. પિતે સક્રિય ભાગ લઈ શકે અને ઉપયોગી નીવડે તે જ કોઈ પણ કમિટી અગર કમિશનનું સભ્યપદ સ્વીકારે, એ એમને સિદ્ધાંત છે. વાચન, મનન અને ચિંતન એ તેમના જીવનનું એક અંગ છે. વળી તેમનામાં રહેલી Sense of humourનો ખરો ખ્યાલ તેમની નિકટમાં આવનારને જ આવી શકે.
વળી એક પ્રશ્ન એમ ઉપસ્થિત થાય છે કે, એમને કોઈ શેખ છે ખરો! ઉપરની વસ્તુઓ બાજુએ મૂકીએ તે જોમથી નિયમિત ચાલવાને, સરસ ચા પીવાન અને સારી સોપારી ખાવાનો શેખ તેમને જરૂર છે.
સમગ્ર રીતે વિચાર કરતાં મારા માનવા મુજબ શ્રી. મગનભાઈ દેસાઈ એક અનોખી વ્યક્તિ છે. આ ષષ્ટિપૂર્તિના શુભ પ્રસંગે એ સરસ્વતીના ઉપાસકને અને આજ દિન સુધી એક પ્રખર કેળવણીકાર તરીકે કરેલા તેમના કાર્યને હું ભાવભીની અંજલિ આપું છું અને વધુમાં પ્રાણું છું કે પરમાત્મા તેમને સુખી રાખે, અને લાંબું આયુષ્ય આપે તથા દેશોન્નતિના કાર્યમાં પિતાને મહત્વનો ફાળો આપવા તેઓ વધુ શક્તિશાળી બને. “અસ્તુ.” અભિનંદન ગ્રંથ માંથી]
બટુભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org