________________
૩૬
એક ઝલક વર્ષોમાં સંચાલન કરેલું અને તેમાંના શ્રી. મગનભાઈએ લખેલા મનનીય લેખો તેમની વિદ્વત્તા, સિદ્ધાંત અને વિવેચનશક્તિની પ્રતીતિ કરાવે છે.
ભિન્ન ક્ષેત્રમાં પડી ગયેલા હોવાથી વર્ષો સુધી અમે બંને એકબીજાના નિકટના સમાગમમાં આવી શકેલા નહીં. પરંતુ સને ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી સેનેટમાં સાથે હોવા ઉપરાંત. જે પહેલી સિન્ડિકેટ ચૂંટાઈ આવી તેમાં અમે બંને ચૂંટાઈ આવેલા અને ત્યાર પછીની સિન્ડિકેટમાં પણ ચૂંટાયેલા એટલે સિન્ડિકેટમાં લાગલગાટ છ વર્ષ સાથે કામ કરવાનો મોકો મળેલો.
- શ્રી. મગનભાઈ એક સિદ્ધાંતવાદી પરુષ છે. પિતાના સિદ્ધાંતોના સમર્થનમાં તેઓ હંમેશ સાટ દલીલ કરે છે. તેમની ભાષા હંમેશાં જોશીલી જ હોય અને તેમના વિધાનને ટેકો મળે કે ન મળે તેની લેશમાત્ર પરવા કર્યા વગર પોતાનું મંતવ્ય અને દષ્ટિબિંદુ તે રજૂ કરતા આવ્યા છે. નીડરતા તો તેમને વરેલી છે. શ્રી. મગનભાઈ સામે વાદવિવાદમાં ઉતરવાની કોઈ હિંમત કરે અથવા તે શ્રી. મગનભાઈને નાહક છંછેડવાની કોઈ ધૃષ્ટતા કરે, તો શું પરિણામ આવે એ સમજવું મુશ્કેલ નથી. વ્યક્તિ, પક્ષ કે પછી ભલે સરકાર હોય તે પણ એમાંના કોઈની પણ સામે, પિતાને ખરું લાગે તે અનુસાર ટીકા કર્યા વગર રહે જ નહીં. કોઈની પણ “શેહમાં તણાયા વગર નીડરપણે પિતાના મંતવ્યો બેધડક જાહેરમાં રજૂ કરનાર એમના જેવી વ્યક્તિઓ હાલના જમાનામાં જવલ્લે જ જોવા મળે છે.
સેનેટમાં માધ્યમ અંગેનું પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરતી વખતે તેમણે સાફ સાફ સુણાવી દીધેલું કે, ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને પરીક્ષણનું માધ્યમ ગુજરાતી જ રહેશે અને હિંદીના ટેકેદારો માર્ગ ભૂલ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહેલું કે ગુજરાત યુનિવસિટી એ સરકારની માલિકીની સંસ્થા છે એમ માનવાની સરકાર ભૂલ ન કરે અને વધુમાં યુનિવર્સિટીઓની સ્વતંત્રતા ઉપર સરકારે તરાપ ન મારવી જોઈએ અને વિદ્યાપીઠોને રાજકારણમાંથી મુક્ત રાખવી જોઈએ.
તેઓ રાજ્યસભાના પણ સભ્ય છે અને ત્યાંનાં તેમનાં પ્રવચનો તેમની ન ડરતાની સાક્ષી પૂરે છે. પંચવર્ષીય યોજના વિશે તેમણે જે સુંદર છણાવટ કરેલી તેને વર્તમાનપત્રોએ સારી પ્રસિદ્ધિ આપેલી.
સને ૧૯૫૬માં ફરી પાછી સિન્ડિકેટની ચૂંટણી થવાની હતી ત્યારે મને ખબર પડી કે શ્રી. મગનભાઈ ઊભા રહેવા માગતા નથી. શ્રી. મગનભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org