________________
પુણ્યનો વેપાર [પ્રેમશૌર્ય રિતું સાહિત્ય સુલભ કરો] શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ મોટા ગજાના રાષ્ટ્રીય કેળવણીકારો અને મા સરસ્વતી દેવીના અનન્ય ઉપાસક હતા. તેઓએ પિતાના જીવન અને કલમ દ્વારા ગુજરાત અને દેશની ભારે મોટી સેવા કરી છે. ગાંધીજી, સરદારસાહેબ, કાકાસાહેબ કાલેલકર અને ગુજરાતી વાચકો પણ તેમની બુદ્ધિ અને લેખન શક્તિને પ્રમાણતા. શ્રી. ગોપાળદાસના વિશ્વસાહિત્યના અનુવાદો પર તો ગુજરાતી વાચક આજે પણ મંત્રમુગ્ધ છે.
આ બંને પુરુષોની આજીવન ચાલતી આવેલી જોરદાર લેખનપ્રવૃત્તિને લીધે તેમનાં લખાણોને વિપુલ સંગ્રહ ઊભો થયો છે. ને બધાં લખાણોની ગુજરાતમાં અને દેશનાં વિવિધ ક્ષેત્રે ઉપર એક ઊંડી અને કાયમી અસર પડી છે.
| મા ગુર્જરીના આ બંને સપૂતોનાં ઘણાં બધાં પુસ્તકો હાલ અપ્રાપ્ય છે. આ બધાં સુંદર અને ઉપયોગી પુસ્તકો આજના વાચકને ફરીથી સુલભ થવાં જોઈએ તથા ખાસ પસંદ કરીને કેટલાંક પુસ્તકોનું હિંદીમાં અને અંગ્રેજીમાં તેમના વિદ્યાર્થી મિત્રો ચાહકો અને યુનિવર્સિટીઓએ અનુવાદ કરાવવા જોઈએ. હજી આપણું રાષ્ટ્ર-ઘડતરનું કામ વિશેષ પુરુષાર્થ માગી રહ્યું છે, ત્યારે શ્રી. દેપાળદાસના દીકરા ડૉ. વિ. જી. પટેલ અને તેમના પરિવારે આ બધું ઉત્તમ સાહિત્ય આજે ફરીથી ગુજરાતી વાચકને ઘેર ઘેર પહોંચાડવાનું સુંદર આયોજન કર્યું છે, તે માટે તેમના સંસ્કારી પરિવારને ધન્યવાદ ઘટે છે. દરેક સંસ્કારી પરિવારે આવા પુણ્યના વેપારમાં ઉત્સાહથી જોડાઈ ગૌરવ અને ધન્યતા અનુભવવી જોઈએ.
આ બંને પુરુષોને અને તેમના ચાહકોને મારી નમ્ર અંજલિ અર્પણ કરી વંદન કરું છું. અને આ પવિત્ર જ્ઞાનચક્ષમાં જોડાયેલા સૌ મિત્રો અને કાર્યકરોને ધન્યવાદ!
- જસ્ટીસ એમ. પી. ઠક્કર
૨૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org