________________
પાવનકારી વિશ્વમાન્ય નવલકથાઓ
૨૨૩ આવા વિશ્વસાહિત્યના પરિશીલન દ્વારા કેળવીશું, તેટલું પરિવર્તન સારું અને ઝડપી થવાનું છે, બીજી કોઈ રીતે થવાનું નથી. આજના જમાનામાં આપણા જુવાનના હાથમાં આવું સાહિત્ય વધુ ને વધુ મુકાવું જોઈએ. આ ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે આ કથાનું ફરીથી ચિતનમનન કરવાની જે તક ભાઈ ૫૦ ૦ પટેલે ઊભી કરી આપી, તે માટે તેને આભાર માનું છું. તથા આવી સુંદર વાર્તા ખૂબીભેર અને સિફતથી ઉત્તમ રીતે ગુજરાતીમાં ઉતારનાર તેના સંપાદક શ્રી. ગોપાળદાસ પટેલને અભિનંદન આપું છું. તથા એ મહાન માનવકથાકાર વિકટર હ્યુગોને ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી છું.” તા. ૨૨-૩-૧૯૬૪
-ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ
પાવનકારી વિશ્વમાન્ય નવલકથાઓ “હદયને પાવન કરે એવી વિશ્વમાન્ય અમર નવલકથાઓ અને બીજા સુંદર અને ઉપયોગી પુસ્તકો ભેટ આપીને શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી ભાષાની અને તેના વાચકોની કીમતી સેવા બજાવી છે”
“આજનો ગુજરાતી વાચક કઈ ન વાંચે અને માત્ર “ગાંધીજીને જીવન માર્ગ', “ગીતાનું પ્રસ્થાન', “ શ્રીમદ્ ભાગવત”, “યોગવસિષ્ઠ', “લે મિરાબ્લ' અને શ્રી. મગનભાઈ દેસાઈનાં ગીતા અને ઉપનિષદનાં પુસ્તકો વાંચે, તે પણ જીવન ધન્ય થઈ જાય.”
- ઉમાશંકર જોશી
ગુજરાતી ભાષાની સાચી ખુમારી
મશહુર ફ્રેંચ લેખક હૃગની પાંચ સુંદર વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપ અને બીજી પાવનકારી વિશ્વમાન્ય અમર નવલકથાઓના સુંદર સંક્ષેપ એ શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. પુ છો૦ પટેલની સુંદર પ્રસાદી છે. ગુજરાતી ભાષાની સાચી ખુમારી આ અનુવાદમાં પ્રગટ થઈ છે. ગુજરાતી વાચકોએ આ સંક્ષેપે માટે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને તેમના સાથીઓને આભાર માનવો જોઈએ.”
- ઝીણાભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org