________________
રર
એક ઝલક
વિચાર બરાબર કાયમ થાય તે માટે સૌએ વાતાવરણ તૈયાર કરવું જોઈએ. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. રશિયા જેવા દેશોમાં પણ ટૉલ્સ્ટૉય ઇ૦ જેવા સાહિત્યસ્વામી રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાય છે. એ બતાવે છે કે, ગરીબી ઇ૦ ગુના નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હ્રદયધર્મના દ્રોહ એ ખરા અને મૂળ ગુના છે, પરિવાર સંસ્થાએ
આ ઉદ્ઘાટન વિધિ દ્વારા આ મહાન લેખકને કૃતાંજલિ આપવાની મને તક આપી, તે માટે સંસ્થાના સંચાલકોને આભારી છું.'
..
તા. ૨૨-૩-૧૯૬૪
- મગનભાઇ દેસાઈ
શ્રી. ગેાપાળદાસને અભિનદન
નાનપણથી ‘લે મિઝેરાબ્ન થી હું આકર્ષાયો છું. ફ્રેન્ચ ક્રાંતિ પેદા કરનાર અને ગરીબાની વકીલાત કરનારું જૅરદાર સાહિત્ય પેદા કરનાર વિકટર હ્યુગા હતા. હ્યુગેાની આ કથા એવી છે કે સૌને તેમાં રસ પડે – બલ્કે ફરી ફરી વાંચવાનું મન થાય. રાજકારણમાં હું વગર સમયે અમસ્તા નથી પડયો. પરંતુ આ મહાકથામાં આવે છે તેમ ગરીબગુરબાંનું રાજકારણ પેદા થાય તે માટે હું તેમાં પડયો છું. કેટલાક લોકો એમ કહે છે કે સાહિત્યના ક્ષેત્રમાં રાજકારણીય પુરુષો અને કેળવણીકારોનું શું કામ? આ દેશમાં દરેક ક્ષેત્રમાં, કેળવણી અને રાજકારણમાં સુધ્ધાં – મહાત્મા ગાંધીજીએ જે પરંપરા અને પ્રવાહ ચાલુ કર્યાં છે, તેમને કેટલાક હિતવાદીએ પેાતાના અંગત હિત માટે વાળવા પ્રયત્ન કરે છે. તેમને અમારા જેવા જે કેટલાક નડતર રૂપે હોય છે, તેમને રાજકારણી કહીને વગેાવવામાં આવે છે. ગરીબ-ગુરબાંનું ભલું થાય તે તેમને પસંદ નથી. અનુભવ એવો છે કે છેવટે રાજ્ય ગરીબ-ગુરબાંનું બેલી થઈ શકતું નથી. આ પુસ્તકમાંથી સાર ગ્રહણ કરીએ કે, જેનું કોઈ બેલી નથી, કદાચ ઈશ્વર પણ જેના બેલી નથી, તેવાં ‘વસુંધરાનાં વહાલાં દવલાં ' — દરિદ્રનારાયણના બેલી થવા હંમેશાં આપણે પ્રયત્નશીલ રહીએ. જે અંગ્રેજી ભણેલા છે, જેમની પાસે સત્તા છે, જે ફાવેલા છે તેમને કશાની જરૂર નથી. પરંતુ ગરીબના બેલી થવામાં ઘણા ગાદા ખાવા પડે છે. જેએ! પાપી દેખાતા હોય, દીનદરિદ્ર હોય, છતા સંપૂર્ણ સહાનુભૂતિને પાત્ર હોય, તેમનું જેટલા પ્રમાણમાં ભલું કરીશું, તેટલા પ્રમાણમાં જ માનવતાનાં મૂલ્ય સચવાશે. હિંદુસ્તાનમાં ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવા કરવાના જે ઉપાય, શક્તિ અને વૃત્તિ બતાવ્યાં છે, તે શક્તિ અને વૃત્તિ આપણે સૌ
ES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org