________________
ભારતના શિરછત્ર
દેશને માટે આ ઓચિંતી ખબર હતી. માંદા હતા, પણ આટલી જલદી લીલા સંકેલાશે, એમ નહોતું લાગતું. તેની ખબર મળતાં દેશ ડઘાઈ ગયો. ૧૯૪૭થી દેશનું જે ઘડતર થઈ રહ્યું હતું, તેને માટે સ્તંભ તૂટી પડ્યો; ગુજરાતનું અને દેશનું શિરછત્ર ગયું; ગુજરાતમાં ૧૯૧૫ થી શરૂ થશે એક યુગ આથમે, અને નવા યુગની મથામણ શરૂ થઈ.
ઈ. સ. ૧૯૧૫માં ગાંધીજી દેશમાં પધાર્યા, ત્યારે સરદારને અમદાવાદમાં ગોઠવાયે ત્રણ વરસ થવા આવ્યાં હતાં. ઘણા વકીલો કરતા આવ્યા છે એમ તે ગુજરાત કલબમાં પિતાને ફાજલ વખત ટોળટપ્પા અને પત્તાં-ટીચણીમાં ગાળતા. પણ એમના હૃધયમાં ઊંડી આગ હતી. તે ટિળક મહારાજના ભક્ત હતા. સ્વરાજ માટે બળબળતા દેશભક્ત હતા. પણ કરવું શું? ત્રાસવાદીને રસ્તે જતાં શું વળે? અને બેલ બોલ કરવાથી કે તીખા તીખા ઠરાવ કરવામાત્રથી પણ શું વળે? એ બધાની વ્યર્થતા સાફ જણાતી હતી. તે પછી રસ્તો છે?
પહેલેથી જે ઓછાબોલા અને ઝાઝા-કરવૈયા હતા. કેવળ શબ્દોના બખાળા કાઢવા ને તે રીતે અંતરની આગની બળતરા કાઢવી, એ એમને માર્ગ નહોતે. દેશના સેવકોમાંથી ગાંધીજીમાં એમણે પહેલવહેલું એ દૈવત જોયું, કે જેમાં કરી દેખાડવાને પુરે અવકાશ મળે અને હથેળીમાં માથું લઈને કામ કરવા મળ્યું એવી ટાઢક બળબળતા દિલને મળી શકે. ગાંધીજી વિના વલભભાઈના આ દર્શને એમને વટલાવ્યા; જે ખેટના માર્યા પિતાના અંતરની આગને પત્તાં ટીચીને ઢાંકતા, તે ખોટ પુરાઈ; અને તેની સાથે એમના જીવનને નકશો દોરાઈ ગયો.
વલલભભાઈને પિતાના દિલનું કામ મળ્યું; અને વધારેમાં તે એ કે, તેને કરવાને માટે પિતાની સ્વભાવસિદ્ધ રીતને માટે ક્ષેત્ર મળ્યું. વલ્લભભાઈએ આખી જિંદગી જે કાંઈ કર્યું તેની પાછળ ગાંધીજીની કાર્યપદ્ધતિએ તેમના જીવનમાં કરેલો આ જાદુ મૂળમાં રહેલો છે. અને તેથી જ કરીને ગાંધીજીના સત્યાગ્રહને કારગત કરવા માટેની પદ્ધતિ સરદારસાહેબ યોજી શકયા. ગુરુને ચેલો મળે એટલું જ નહીં, ચેલાને ગુરુ પણ મળ્યા. અને ચેલાએ ગુરૂમંત્રની શક્તિ પ્રકટ કરી બતાવી.
સ્વરાજ લાવવાને માટે કરવું શું? લડવું કેવી રીતે? પ્રજાને તે વિશે તાલીમ શી રીતે આપવી? આ સવાલ કેવળ સરદારને જ નહતો. ૧૯૧૫ પછી તે સવાલ કોંગ્રેસ અને આખા દેશને હતે. તેથી જ એને જવાબ મળતાં ગાંધીજી અને તેમની સાથે સરદાર એકદમ અખિલ હિંદની ભૂમિકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org