________________
ભારતના શિરછત્ર [સરદાર સાહેબ]
તા. ૧૫-૧૨-૧૦ના રોજ સવારે ૯ ઉપર ૩૭ મિનિટે સરદારશ્રી વલ્લભભાઈ પટેલે મુંબઈમાં દેહ છોડી. દોઢ જ મહિના પર દેશભરમાં તેમની ૭૬મી વરસગાંઠ ઊજવાઈ; ગુજરાતે તે પ્રસંગે મહત્સવ માણ્યો. ગમે તેવી ઢીલી તબિયત છતાં, તે કારણે સરદારે સૌને મળવાને લાભ જ ન કર્યો ને આવ્યા. અને સારું થયું કે આવ્યા. ગુજરાતને તેમનાં દર્શન થયાં; જતા પહેલાં પિતે પણ આંખ ભરીને પોતાની મૂળ કર્મભૂમિ અને ત્યાંના પિતાના બધા જના સાથીઓને જોઈ શકયા. સ્થાપનાથી માંડીને આજ સુધી એકધારો રસ લઈ જે સંસ્થાઓનું સંવર્ધન અને પ્રગતિ સાધવા સતત મથ્યા, તેવી નવજીવન અને વિદ્યાપીઠ સંસ્થાઓના ઉત્સવ ઊજવ્યા. ગાંધીજીની પ્રેરણાથી નવજીવન ટ્રસ્ટે વરસેથી મનમાં સેવેલે સંકલ્પ પૂરો કર્યો; અને કુલપતિ તરીકે વિદ્યાપીઠને પદવીદાન સમારંભ શરૂ કરતા ગયા અને તેનું કામકાજ જોઈ જાણીને સંતોષ મેળવ્યો.
આ બધું એમને માટે, શાંતિથી જવાની તૈયારીમાં પ્રભુએ સંકેલું હતું, એ ત્યારે કોને ખબર હતી? એમને પિતાને ઊંડે ઊંડે એમ હતું ખરું કે, ફરી ન પણ મળીએ; એટલે એ તે મનમાં સૌની વિદાય લઈને જ અમદાવાદથી ગયા ત્યારે ગયા હશે.
ગુજરાતની “ફુલપાંખડી' સ્વીકારીને અમદાવાદથી દિલહી ગયા, ત્યારે તેમને મનમાં એમ હતું ખરું કે, હજી ગુજરાતના બીજા ભાગમાં જવાનું બાકી છે, તે ફરી જાનેવારીમાં પૂરું કરીશ. એમ બે હપતે ગુજરાતનાં સૌ ભાઈબહેને અને કાર્યકર્તાઓને મળવાને ખ્યાલ હતો. પરંતુ દિલહી ગયા પછી તબિયતે પાછો ઊથલો ખાધો; અને તેમને મુંબઈ આણવામાં આવ્યા. આવીને બે દિવસ તો ઘણું સારું લાગ્યું. સૌને થયું કે, મુંબઈની હવા હવે ઠીક સુધારો કરી આપશે. પણ એ તો ઓલવાતા દીવાનો છેલ્લો ઝબકારે જ હતો; ગુરુવારે રાત પછી તબિયત કથળી અને શુક્રવારે સવારે દેહ છૂટી ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org