________________
પ્રકાશકનું નિવેદન શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્વતંત્ર ગાંધીવિચારકો અને રાષ્ટ્રીય કેળવણીકાર તરીકે ગૌરવવંતુ પદ શોભાવી ગયા છે. તેમણે મહાત્મા ગાંધીના જીવન-માર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતી પ્રજાને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા ગયા છે. આમ ખુદાના બંદા' તરીકે તેઓ વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જૂની કલ્પનાના “ષિ-સમાં છે. તેમણે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી અને માતૃભાષા ગુજરાતીની અનુપમ સેવા કરી છે.
પૂજ્ય શ્રી. મગનભાઈ દેસાઈ અને પ્રેમ-શૌર્યના પ્રતીક પૂ. શ્રી. ગેપાળદાસ જીવાભાઈ પટેલની વાડમય સેવાનું આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અનેક રીતે આનંદ થાય છે. એક તે એ કારણે કે, એકવીસમી સદીની ગુજરાતની યુવાન પેઢીને આ બે સમર્થ સાહિત્યસેવકોની સેવાને ખાસ પરિચય નથી. આ ગ્રંથમાં તેમની સાહિત્ય-સેવાને અષ્ઠો પરિચય આપવામાં આવ્યો છે, અને બીજું, તે શ્રી. પુત્ર છો૦ પટેલ જેવા તેમના નિકટના સાથી-સેવકની કલમે લખાયેલું છે. અને તેની શૈલી તથા પદ્ધતિ જોતાં, એ ઢબનું પુસ્તક પહેલી વાર શબ્દબદ્ધ થઈને આપણને મળે છે. શ્રી. મગનભાઈ દેસાઈની ૩૪મી પુણ્યતિથિ – ૧લી ફેબ્રુઆરી ૨૦૦૪ના પવિત્ર દિવસે આવું પ્રકાશન રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટને પ્રસિદ્ધ કરવાનું મળ્યું, તેને સંસ્થાનું અહોભાગ્ય માનીએ છીએ.
આ રીતે શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલના તેમને સાહિત્ય, જીવન તથા કાર્ય વિષે તાત્ત્વિક વિવેચન કરતા શ્રી. ૫૦ છે૦ પટેલને આ બં, જો ગ્રંથ છે. “ગુજરાતમાં વિશ્વ સાહિત્યભલે પધારે!” એ પ્રથમ ગ્રંથ પણ વાચકે જોવો જોઈએ. ૧૯૫૯માં “કેળવણીકારનું પત અને પ્રતિભા – શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ” તેમણે બહાર પાડેલ. એની પરિપૂર્તિ રૂપે આ ગ્રંથ આપણે ગણી શકીએ. આ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org