SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનભાઈ દેસાઈની વાસયસેવા ૧૧૭ તેમ છતાં એવું લાગે છે કે, શ્રી. મગનભાઈની એક ખંતીલા અને તંતીલા પત્રકાર તરીકેની મૂર્તિ જાહેર પ્રજા સમક્ષ આગળ પડતી છે અને એણે એમના અસ્તિત્વનાં બીજાં પાસાંને ઢાંકી દીધાં છે. " જોડણી- અને પરિભાષા- વિષયક પ્રવૃત્તિ વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિ કાઢવા દ્વારા અને શિક્ષળ અને સાહિત્યમાં જુદી જુદી વિદ્યાશાખાઓ અંગેની પરિભાષા પ્રગટ કરવા દ્વારા ચાલી છે. વિજ્ઞાનની પરિભાષા નક્કી કરવા અંગેની મથામણામાં શ્રી. મગનભાઇએ ‘ ટાઇટ્રેટ ’ ઉપરથી ધડ દઈને ‘ટાઇટરનું ’ ક્રિયાપદ યોજ્યું, ત્યારે શબ્દોના ઉપાસકોમાં જરીક ફડફડાટ જેવું થવા પામ્યું હતું! રસ્તા કાઢવાના પ્રયાસેાના પરિણામે pasturizationનો તેમનો ‘પાશ્ચરણી' પર્યાય પ્રચલિત થયો છે તે જે રણમાં જીતે તે શૂર' એ અખા-ઉક્તિની સાબિતીરૂપ છે. · શ્રી. મગનભાઈની ભાષાશૈલીની લાક્ષણિકતાઓ ધ્યાન ખેંચે એવી હાઈ તે જરીક વિગતે જોઈએ. અને એમ કરતાં એમના એક પુસ્તક રાના રામમોહન રાયની ગાંધીનીને કાંઈક વધુ નજીકથી અવલેાકીએ. ૧૯૩૩માં પેાતાના પ્રથમ પુસ્તકના નિવેદનમાં એ લખે છે : 'માળ જેવા કાચા ને નવાસવા લખનારને ભાષા અને શૈલીની ઠીકઠીક મુશ્કેલી પડેલી છે તે જણાવવા રજા લઉં છું.' વિદ્યાપીઠનવજીવન સાથે જોડાયેલ ધુરંધર શબ્દસ્વામીની પ્રવૃત્તિના અનુલક્ષમાં જોતાં આ વચન પાછળની નમ્રતા બરાબર સમજાશે. પચીસ વરસની શબ્દોપાસના દરમ્યાન શ્રી. મગનભાઈની પેાતાની શૈલી નીપજી છે. વિષયનું નંતાનંત નિરૂપણ કરી છૂટવું. આસઅવળા ફંટાવું નહીં, માર્ગમાં આવતા ભાષાકીય અવરોધના તરત સૂઝે તે તોડ કાઢવા, – એક શબ્દમાં કહેવું હોય તેા કાર્યસાધકતા એ એમની શૈલીનું પ્રધાન લક્ષણ છે. સીધા ક્થનમાં રાચનારી શૈલી ખેડવા છત શ્રી. મગનભાઈ ચિત્રાત્મકતા માટે પક્ષપાત સેવનારા છે અને શબ્દના લહેકા પણ કલમે રડવા દે છે. - બીજું વલણ તે નવા શબ્દ નિપજાવવાનું, બલકે જૂના શબ્દો – ખાસ કરીને ક્રિયાપદો પાસેથી પૂરતું – ઘણી વાર નવીન જાતનું કામ કઢાવવાનું. જે અમીચંદાઈ —, અરે અંગત સ્વાર્થાની સંકુચિતતા અને તેને લઈને આચરાતી અવળચંડાઈ આપણા દેશને અંદરથી કોરી ખાતી હતી, . (પુ. ૧૧૫)માં લેખક અમીચંદ ઉપરથી ભાવવાચક (અંગ્રેજીમાં બૉયકૉટ જેવાં વિશેષનામે જ ભાવવાચક બની ચૂકયાં છે) ‘અમીચંદાઈ' શબ્દ યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy