SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ મુઠ મણિભાઈને શ્રદ્ધાંજલિ ગયે અઠવાડિયે શ્રી વિજયશંકરની વિદાયની વાત કર્યા પછી થોડા જ દિવસમાં એવા જ બીજા સન્મિત્રાની વિદાયની વાત કરવી પડે છે! ભાઈ વિજયશંકર ૧૫મીએ ગયા; ૧૯મી સાંજે આ બીજા મિત્ર, પટેલ મણિભાઈ વાઘજીભાઈ ગયા. તે ચિતા ગયા એમ નથી; કેન્સરની પીડા તેમને હતી અને છેલ્લા દોઢેક વર્ષથી તો તે પથારીવશ જ હતા. ૬૮ વર્ષ પૂરાં કરીને તે નિશ્ચિત મને આ લોકમાંથી ગયા. તેમના જવાથી એમના અનેક મિત્રોને એક બહાદુર દેશભક્ત અને દિલદાર સાથીની ખોટ પડી છે. ભાઈ મણિભાઈ કરમસદના વતની. એમના પિતા અને સરદાર વલભભાઈ કદાચ સહાધ્યાયી મિત્ર હતા. ૧૯૧૧માં હું, મારા મોટા ભાઈ ત્યાંની અંગ્રેજી શાળામાં શિક્ષક હતા એટલે ત્યાં થોડાક માસ ગયેલો. ત્યાં મણિભાઈને પહેલા જોયેલા, તે મારા કરતાં ત્રણેક વર્ષ આગળ ભણતા હતા. પછી તેમને ફરી મળવાનું થયું અમદાવાદમાં. ૧૯૨૩માં હું ગૂજરાત વિદ્યાપીઠના ભૂલાભાઈ કૉલની ના જુના મકાન પાસે રહેતા હતા; મણિભાઈ તે જ મકાનમાં પડોશી હતા. વરસે બાદ અમે પાછા મળ્યા. ત્યારથી આજ સુધી અમે અમદાવાદમાં સાથે થયા. મણિભાઈ ઘણું કરીને ૧૯૧૬-૭માં બી. એ. થઈ અમદાવાદ મ્યુમાં જોડાયા હતા. આ અરસામાં સ્વ૦ સરદારે એક નવી મૃ૦ સેવક જના કરી હતી. લાયક અને શક્તિશાળી ગ્રેજ્યુએટેની ભરતી કરી, તેમને મુ0 સેવક તરીકે કેળવીને પોતાનું ખાસ કાડર – સેવક મંડળ તૈયાર કરવું જોઈએ, એ એનો હેતુ હતો. સામાન્યપણે મ્યુચના હોદ્દા પર સરકારી કરે લેવાતા. સ્વતંત્ર રીતે જો યુએ પ્રજાનું કામ કરવું હોય, તે આવા સેવકોથી ન ફાવે, પિતાના તાલીમબદ્ધ સેવકો જોઈએ, – એવી આ યોજના પાછળની દષ્ટિ હતી. મણિભાઈ આ મુજબ શરૂના એક યુ સેવક બન્યા, અને આખી જિંદગી એ કામ કરીને દસેક વર્ષ ૫ર નિવૃત્ત થયા હતા. એમને યુનાં લગભગ બધાં ખાતાને અનુભવ હતો. સ્ટોરકીપર અને વેરા ખાતાના તે અધ્યક્ષ થયા હતા. આ ખાતાંમાં પ્રમાણિકતાથી કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy