________________
૫૩
મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ મગનભાઈ ! વિદ્યાપીઠવાળા મગનભાઈ! જિદ્દી સ્વભાવના?જાઓ જાઓ!!” અને મગનભાઈ આવે ત્યારે તેમને સીધો સવાલ પૂછે, “હું મગનભાઈ, તમે જિદ્દી છો ખરા?” અને આપણને શરમ લાગે કે, મગનભાઈ વિષે આવી વાત ઘરમાં ક્યાં કરી?
નાનાં બાળકોને જુએ એટલે મગનભાઈ આકર્ષાય. એમને પોતાનાં કરી છોડે ત્યારે એમની વૃત્તિ સંતોષાય. બાળકો પણ એમના પ્રત્યે આકર્ષાય અને એમને પોતાની કક્ષાએ લાવી મૂકે ત્યારે રહે. આ પરસ્પર આકર્ષણ એ એમના પ્રત્યે આકર્ષાય અને એમને પિતાની કક્ષાએ લાવી મૂકે ત્યારે રહે. આ પરસ્પર આકર્ષણ એ એમના પ્રેમને આવિર્ભાવ નહીં તો બીજું શું? અને જે વ્યક્તિમાં આ નિર્વેર પ્રેમ હોય – નિર્વેર હાય નહીં તે નિર્દોષ બાળકો આકર્ષાય ખરાં? – તે વ્યક્તિ નિષ્ઠુર હોય કે થઈ શકે ખરી?
સેનેટમાં કે કમિટીમાં કામ કરતા મગનભાઈ અને બાળકોના મગનભાઈ વચ્ચે શું સામ્ય છે, તે માનસશાસ્ત્રીઓને સોંપવા જેવો વિષય છે.
મગનભાઈની વિચક્ષણતાને અનુભવ કરવો હોય તે વાતમાં મમર મૂકવો. રવિવારની સાંજ હોય, મિત્રો ભેગા થયા હોય, રેંટિયાનો અવાજ ગુજતે હોય. “ઉકાળાથી” સરભરા થતી હોય, અલકમલકની વાતો વહેતી હોય ત્યારે મગનભાઈને પૂછો કે, “મગનભાઈ, તમે તમારી જાતને “ગણિતને વિદ્યાર્થી' (I am a student of mathematics, મગનભાઈ ઘણી વખત યાદ દેવડાવે છે એટલે) – કહેવડાવવામાં ગૌરવ માને છે, તો જરા શંકરાચાર્યને અદ્દત-માયાવાદ ચાલુ જમાનાને અનુરૂપ દાખલા દૃષ્ટાંત આપી સાબિત કરી આપને?”
મગનભાઈનું તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઊંડા પ્રકારનું છે. એની સાબિતી એમનાં પુસ્તકો – મુંડકોપનિષદ, માંડ્યોપનિષદ, “યોગ એટલે શું?” કેનેપનિષદ, સુખમની, જપજી, વગેરે છે. બીજા મિત્રોએ ચર્ચા ઉપાડી લીધી હોય એટલે એમને માટે અમુક પ્રકારની દલીલો બાકી રહી હોય, છતાં મગનભાઈ જો વચ્ચે પડી, તૃતીય વાત કરી, પિતાની વિલક્ષણતાને પરચો બતાવે નહીં, તે એ મગનભાઈ નહીં!
“શંકરાચાર્યને માયાવાદ? શંકરાચાર્યને માયાવાદ એ જ માયા છે. હા, સાચું કહું છું, એમને માયાવાદ એ જ માયા છે.” અને એમ કહી, કંઈ કંઈ તર્ક-વિતર્ક સાથે એમની દલીલો ચાલતી રહે. એમની આ સામેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org