________________
૫૪
એક ઝલક ઘા કરવાની વૃત્તિ, ખાનગી વાતચીતમાં તે ખૂબ રસપ્રદ અને આનંદજનક નીવડે, મારા જેવા માટે તેને સારી સરખી માહિતી-પૂર્ણ પણ બની રહે; પરંતુ કમિટી-કક્ષાએ કેટલી ઘાતક બની રહે છે અને સામેના પક્ષને કે ધંધવા કરી મૂકે છે એને પણ મને પરિચય છે. આવું પરિણામ લાવવાને પિતાને આશય હોતું નથી, એટલે પિતે તો એ વાત તરત ભૂલી જાય છે; પરંતુ સામાને થયેલ ચળવળાટ તે જલદી ભૂલી શકવાને નહીં એ વાત પણ તે ભૂલી જાય છે. “મગનભાઈ મિત્રો કરતાં વિરોધીઓ જલદી ઊભા કરી શકે છે” –નો એમની સામે આક્ષેપ, સંભવ છે કે, એમની આ વિસ્મૃતિને આભારી હોય અને નહીં કે કોઈ મૂળભૂત દેને.
૪. મગનભાઈને હું ઓળખતે નહતો ત્યારે હું પણ બીજાઓની માફક માનતે હતું કે, એ અનાવિલ હશે. જ્યારે જાણ્યું કે એ પાટીદાર છે અને તે પણ ખુદ નડિયાદના, ત્યારે તેમની બેલીએ કુતૂહલ ઉપજાવ્યું. નડિયાદના પાટીદાર હોવા છતાં એમના ઉચ્ચારમાં કે ભાષાના પ્રયોગમાં ચરોતરી અંશ કેમ નથી? એમના ઘરમાં તે પાકી ચરોતરી ભાષા બોલાય છે. લાંબા સમય સુધી, એમની બોલીમાં ચોતરી ઉચ્ચાર-પ્રયાગ શોધવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા સાંપડી. મગનભાઈ ચિડાય ત્યારે અંગ્રેજીમાં ફડફડાટ કરી મૂકે એની ખબર હતી; છતાં ચીડ કાઢતી વખતે પણ ચરોતરી-અંશ જોવામાં નહીં આવે એટલે નવાઈ લાગી. મેં પણ એક કાળે નાગરી-ગુજરાતીથી આકર્ષાઈ, સુરતી બેલી છોડવાનો પ્રયત્ન કરી જોયે હતે. પરંતુ ઘણા પ્રયત્નને અંતે હનો શ કરી શક્યો. પરંતુ સુરતી પ્રયોગે – અનાવિલ પ્રયોગો આજે પણ સહેલાઈથી સામે માણસ પારખી શકે છે. તે પછી મગનભાઈની શુદ્ધ બોલીને ભેદ છે?
એક દિવસ આ વાતનો ખુલાસો એમણે જ કર્યો. છેક નાનપણથી, આજથી ૫૦-૫૦ વર્ષ પહેલાંથી, એમણે નિશ્ચય કર્યો કે શુદ્ધ ગુજરાતીમાં જ બોલવું અને એ નિશ્ચયને એ આજ સુધી ચીવટથી વળગી રહ્યા છે. આ જ કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં એમને કેવું સહન કરવું પડેલું, એ વળી એક બીજી રસિક હકીકત છે. એ વખતને એમને શુદ્ધ ઉચ્ચાર માટે આગ્રહ, કદાચ તે જમાનાના નડિયાદના નાગર-સાક્ષર-વૃંદને આભારી ; પરંતુ એમના આજના રાષ્ટ્રીય દષ્ટિએ કેળવેલા ગુજરાતીના આગ્રહનાં મૂળ એ બાળપણ જેટલાં ઊંડાં હોવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org