________________
મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ
૫૫
૫ મગનભાઈના લેખનકાર્યની મને હંમેશાં અદેખાઈ આવે. એક આંખ નબળી એટલે બીજીને બચાવવા એ રાત્રે તો કામ કરે નહીં અને એ જ કારણે સવારે બહુ વહેલા પણ ઊઠે નહીં. તે પછી આટઆટલું લખે કયારે ? મગનભાઈ સાંજે વાળુ કરતા નથી, ફક્ત બપોરે જમે છે એ હું જાણતો હતો. એટલે સ્વાનુભવે મેં કલ્પી લીધેલું કે જમ્યા પછી તો મનન-ચિંતનભર્યા કામ એ કરતા જ નહીં હોય. જ્યારે મારી આ કલ્પના ખોટી પડી, ત્યારે એનું કારણ શોધવા પ્રયત્ન કર્યો.
ઘણાને ખબર હશે કે મગનભાઈએ દાક્તરી વિષયોમાં પણ ચંચુપાત કર્યો છે. શરીર, આહાર, પાચનક્રિયા જેવા વિષયો પર એમણે કલમ ચલાવી છે. ખાવા બેસે ત્યારે અમુક ભાવે, અમુક નહીં ભાવેનાં બંધન નહીં, ગમે તે ખાઈ શકે, પાન અને સોપારી પણ ખાય; છતાં જમ્યા પછી તરત જ કામે વળગી શકે
બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો જોયું કે મગનભાઈ ખાવા માટે ખાય છે, રસાસ્વાદ માટે નહીં; અને એથી જ એ ગમે ત્યાં, ગમે તે ખાઈ લે છે. ઠંડું-ગરમ, તીખું-મીઠું, તળેલું-બાફેલું, ફળ-ફળાદિ ગમે તે ચાલે. પરંતુ એક વખત ખાઈ લીધું પછી કોઈની તાકાત નથી કે એમને વધારે જમાડી શકે. (Balanced Diet) “સમાહાર”ની દલીલ એમને સ્પર્શતી નથી. મને લાગ્યું કે રાક વિષેની એમની અનાસક્તિ, એમના મનબુદ્ધિને નિહાઁપ રાખતી હોવી જોઈએ એથી જ એ ગમે ત્યારે ગમે ત્યાં કામ કરી શકતા હોવા જોઈએ.
મગનભાઈનું જીવન એક સાધકનું જીવન રહ્યું છે. એમને જે ઓળખે છે તે જાણે છે કે એમની સાધના કઈ દિવસ અટકવાની નથી. આખરે એ
તપસ્વી જીવનમાં પરિણમે એ જ પ્રાર્થના. - “અભિનંદન ગ્રંથ'માંથી]
છે. મણિભાઈ ડાહ્યાભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org