________________
એક ઝલક તેમણે સૌથી વધુ પ્રીતિ તે આશ્રમની રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓની પ્રાપ્ત કરી હતી. એ શાળાના નાના મોટા સૌ વિદ્યાર્થીઓ તેમના પર ખુશ હતા. તેમણે તેમનામાં કંઈક એવો વિશ્વાસ પેદા કર્યો હતો કે, તેમની આગળ તે નિર્ભયપણે અને નિખાલસતાપૂર્વક પોતાનું દિલ ખેલતા, પિતાની મૂંઝવણો તથા મુશ્કેલીઓ પ્રગટ કરતા, અને પોતાના દેને તથા પોતાની બદીને પણ એકરાર કરતા. મને ખ્યાલ છે ત્યાં સુધી, મગનભાઈ આશ્રમશાળાના વ્યવસ્થાપક આગળ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ રજૂ કરતા અને તેમનું નિવારણ કરાવવા માટે તેમની સાથે તેમને ઠીક ઠીક ઝઘડતા પણ ખસ, તેમની શીખવવાની કુનેહ અને કુશળતા પર વિદ્યાર્થીએ મુગ્ધ હતા. આ બધાને કારણે આશ્રમની શાળાના વિદ્યાર્થીઓના તેઓ ભેર બન્યા હતા અને તેમને અખૂટ વિશ્વાસ તથા પ્રેમ તેમણે સંપાદન કર્યો હતો. એ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ તેમને પોતાના ગુરુજન અને આખજન ગણે છે તથા કૃતજ્ઞતાપૂર્વક તેમને સદા યાદ કરે છે, એ હું જાણું છું.
વધુના મહિલાશ્રમને સુવ્યવસ્થિત કરી, તેને પાકા પાયા પર ચડાવીને ૧૯૩૦ના અરસામાં તેઓ પાછા અમદાવાદ આવ્યા. હવે તેમને ગુજરાત વિદ્યાપીઠનું સુકાન સોંપવામાં આવ્યું. વચગાળામાં આઝાદીની લડત દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ પણ સરકારના કેપનો ભોગ બની હતી એટલે તેની સઘળી પ્રવૃત્તિઓ લગભગ બંધ પડી ગઈ હતી. આથી મગનભાઈએ વિદ્યાપીઠનું કામ હાથમાં લીધું ત્યારે તેમને લગભગ શૂન્યમાંથી શરૂઆત કરવી પડી હતી એમ કહીએ તો ખોટું નથી. તેમણે પ્રથમ જોડણીકેશનું અને પુસ્તક-પ્રકાશનનું કામ હાથમાં લીધું. તેમની દોરવણી અને પ્રેરણાને લઈને વિદ્યાપીઠની પ્રવૃત્તિ ઉત્તરોત્તર ફાલતીફિલતી અને પ્રગતિ કરતી રહી છે. આજે વિદ્યાપીઠની એકવી શૈક્ષણિક પ્રવૃત્તિની જ વાત કરીએ, તો ત્યાં આગળ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ કેળવણી સુધીની સઘળી કક્ષાની કેળવણીને પ્રબંધ થયો છે. એ ઉપરાંત ત્યાં રાષ્ટ્રઘડતરની જે બીજી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેને કેવળ ઉલ્લેખ કરીને જ સંતોષ માનવો રહ્યો. આ બધુ ઘણે અંશે તેમની અનન્ય ધ્યેયનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતાને આભારી છે.
વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, અધ્યાપકે, શિશકે, ખેડૂતે, વણકર, પટાવાળાઓ તથા તેમનાં કુટુંબોને તેમના આ બહેળા પરિવારમાં સમાવેશ થાય છે. એ સૌનાં બાળકોના મગનભાઈ “દાદા’ અને એ દાદા પણ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org