________________
નજીકથી રળિયામણો ડુંગર
, અમારા પ્રત્યેની તેમની આત્મીયતા : અમારી બધી જ ચિંતા તેમને. અમારી છોકરી નાના હતા ત્યારે તેમને કેવી રીતે ઉછેરવાં તેની તેમને ચિતા; તે માંદાંતાજાં થાય ત્યારે તેમના શા ઉપચાર કરવા તેની તેમને ચિતા; ભણવા જેવાં થયાં ત્યારે તેમને શું અને કેવી રીતે ભણાવવું તેની તેમને ચિંતા; તેઓ રિસાય કે કંઈ હઠ પકડે તે એમને મનાવવાની અને સમજાવવાની તેમને ચિંતા; પરણવા જેવાં થયાં ત્યારે વખતસર તેમને પરણાવવાની તેમને ચિતા; અમને કંઈ વિમાસણ આવે, વિદન આવે, મુશ્કેલી આવે તેમાંથી માર્ગ કાઢવાની તેમને ચિતા. ટૂંકમાં અમારા ગામની તેમ જ શ્રેયની બધી જ તેમને ચિંતા.
અમે સૌ બધી જ બાબતમાં તેમની સલાહસૂચના લઈએ; પણ નવાઈની વાત તે એ કે, તેમની સલાહસૂચના માન્ય કે અમાન્ય રાખવામાં આવે એ બધું જ તેમને મન સરખું! બધી સલાહસૂચના આપે અને પછી થેરસ તથા ૬ જેવી સર્વથા નિરાગ્રહી વૃત્તિ રાખે! તેમની સલાહ સ્વીકારો તે રાજી અને ન સ્વીકારે તે એટલા જ રાજી. અને પ્રસંગ આવ્ય માગી કે વણમાગી સલાહ આપવાને સદાય તત્પર! આવું અનુપમ, આવું નિષ્કામ તેમનું વાત્સલ્ય ! ઉચ્ચ કેટિના સાધક હોવા છતાં, વાત્સલ્યના અખૂટ જાહનવીજળથી પિતાની કઠોર સાધનાને તેમણે અતિશય આદ્ર કરી મૂકી છે. એમને વિષે શું લખીએ? અથવા જે લખીએ તે ઓછું છે.
બીજી પણ એક, એથી વધારે નહીં તે એટલી જ મોટી મુશ્કેલી છે. દૂરથી રળિયામણા ડુંગરનું વર્ણન કરાતું સાંભળ્યું અને જાણ્યું છે; એને શિરતે, રાડ પડી ચૂકેલો છે. પણ આ તે નજીકથી રળિયામણું, અતિશય મનહર ડુંગર રહ્યો; એને શી રીતે વર્ણવીએ? થાય છે કે, એના અનુપમ સૌંદર્યનું પાન કરીને જ તૃપ્ત થઈએ.
સ્વભાવની સરળતા અને મીઠાશને કારણે મગનભાઈ આબાલવૃદ્ધ આશ્રમવાસીઓમાં ખૂબ જ પ્રીતિપાત્ર થઈ પડયા હતા, પરંતુ એ વખતે
S
એ૦ – ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org