________________
બાંધીયુગના છત કેળવણીકાર
૧૩ મેળવ્યો હતો. આપણે આ વખતે ગાંડા બન્યા છીએ. એ હત્યારે તો નિમિત્ત માત્ર છે. પણ આપણે એવા નિર્દોષ માણસને માર્યો છે કે જે પિતાનું મે જોતી વખતે નીચે ફરતી કીડી પર પાણી ન પડે તેની કાળજી રાખતો હતો. એણે તે મરતાં પહેલાં હાથ જોડી આપણા કલ્યાણ માટેની પ્રાર્થના કરી છે. પણ યાદ રાખજો કે આ દેશની એકતાની દુશ્મનાવટ દૂર કરીને જ એની સમાના અધિકારી આપણે બની શકીશું.”
પૂ. બાપુજીના રાજકીય વારસદાર પંડિતજી છે; આધ્યાત્મિક વારસદાર વિનાબાજી છે; તો ૫૦ બાપુજીની રાષ્ટ્રીય કેળવણીના કોઈ વારસદાર હોય, તે તે અમારા આચાર્ય પૂ૦ મગનભાઈ દેસાઈ છે. અભિનંદન ગ્રંથમાંથી).
દિનકર ભીખુભાઈ દેસાઈ
ગાંધીયુગના જીવંત કેળવણીકાર
(અમારા વિદ્યાગુરુ)
શ્રી. મગનભાઈનું મારું સહુથી પહેલું સ્મરણ ઈ0 સ0 ૧૯૪૦નું છે. દાદાભાઈ નવરોજી વિનયમંદિર, આણંદમાં હું ભણતો હતે. તા. ૩૦મી જન સ્વ૦ દાદાભાઈની ત્રેવીસમી પુણ્યતિથિની ઉજવણી હતી. મુખ્ય મહેમાન તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ પધાર્યા હતા. સમારંભની શરૂઆતમાં તે વખતના ચરોતર એજ્યુકેશન સેસાયટીના મંત્રી અને અમારા શિક્ષક શ્રી. ચંદુભાઈ રાવજીભાઈ પટેલે “ગાંધીયુગના જીવંત કેળવણીકાર' તરીકે અમને તેમને પરિચય કરાવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી. મગનભાઈ દેસાઈએ સ્વ૦ દાદાભાઈને કેન્દ્રમાં રાખીને રાજા રામમોહન રાયથી ગાંધીયુગ સુધીના આપણા અનેક બુઝુર્ગ આગેવાને ભક્તિભાવપૂર્વક સંકીર્તન કરીને અમને પ્રેરણા આપી, ત્યારે તેમની પ્રતિભાનું પ્રથમ દર્શન મને થયું. આ પ્રથમ દર્શને જ એમના પ્રભાવશાળી વ્યક્તિત્વની અને વકતવ્યની તસવીર મારા હદય પર સચોટ પડી.
તે પછીના પાંચ વરસ દરમ્યાન દેશમાં અનેક બનાવો બની ગયા. “ઈશ્વરને ઇન્કાર” માનનારા વયોવૃદ્ધ વિદ્વાન અને સ્વાતંત્ર્યપ્રેમી, કાતિકારી સમાજસુધારક સ્વ૦ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલના પણ અત્યંત નિકટના પરિચયમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તા. ૨૭-૧૦-૧૯૪પના રોજ ૭૧ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું. ૧૯૪પના ડિસેમ્બરના શિક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org