________________
૧રી
એક ઝલક આટલું કહેવા જ મેં તને બોલાવ્યો છે.” આટલું કહેતાં તેમના ચહેરા ઉપર સ્મિત સાથે ગાંભીર્ય પણ મેં જોયું. એ પછી મેં તેફાન નથી કર્યું. એમને હું નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે, એ પછી અભ્યાસ પર વિશેષ ધ્યાન મેં આપવા માંડ્યું.
એક સાંજે મગનભાઈ અને ડાહીબા એટલા ઉપર બેસીને પલોંગડીની પાટી ખેચતાં હતાં. હું અને મારો મિત્ર ૫૦ છો૦ પટેલ ત્યાંથી પસાર થતા હતા. મગનભાઈને જોતાં તેઓ અમારા આચાર્ય છે, એવું હંમેશ અમને યાદ નથી રહેતું. તેનું કારણ તેમને અમારે વિષેને પ્રેમ છે. મેં પૂછયું,
મગનભાઈ, શું કરો છો?” એમણે જવાબ આપ્યો, “આંધળાની ગણતરી કરું છું.” અમને કંઈ સમજ ન પડી, એટલે હસતાં હસતાં અકબર બીરબલની વાર્તા કહીને સમજાવ્યું.
એમણે અમને આપેલી છૂટો - વિનેદ કરવાની છૂટ –ને અમે લાભ લેવાનું ચુકીએ નહીં. એક વાર ૫૦ છોરુએ કહ્યું, “તમારે હાથે છ આંગળી છે. એ તે ખેડ કહેવાય.” તેમણે જવાબ આપ્યો, “અરે! તમને બધાને ખેડ છે; એક હાથમાં છ આંગળી જ જોઈએ – પાંચ આંગળીવાળા તમે બધા ખેડવાળા છો.”
એમની આ વિનોદવૃત્તિ વાતચીત ઉપરાંત ભાષણમાં તે અદ્ભુત ખીલે છે,
અમે મગનભાઈને હસતાં અને હસાવતા તો જોયા છે. પણ ક્યારેક તેઓ પોતે રડે છે, અને આપણને પણ રડાવે છે. ૧૯૪૮ના ફેબ્રુઆરીની બીજી તારીખે રાષ્ટ્રપિતા ગાંધીજીના અવસાનજનિત શોકના વાતાવરણમાં મળેલી પ્રાર્થનાસભામાં અમે વિદ્યાર્થીઓ અને વિદ્યાપીઠમાં વસતાં કુટુંબનાં ભાઈબહેને ભેગાં થયાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. મગનભાઈએ બોલવા માંડયું,
હું આજે ત્રણ દિવસમાં જેટલું રડ્યો છું, તેટલું મારા બાપાના મરણ વખતે નહોતો રડયો,” (અને અમે બધા પણ ધ્રુસકે ધ્રુસકે રડયાં. દય યાદ આવતાં અત્યારે પણ રડવું આવે છે) પછી તો એમને વાકપ્રવાહ શેકના બધા અવરને પોતાના માર્ગમાંથી ખાળતો વહેવા માંડયો. એમણે ૫૦ બાપુજીની સાથેના પિતાના જીવનના પ્રસંગોને એક પછી એક વર્ણવવા માંડયા. છેવટે ગંભીર થઈને તે બેલ્યા, “યાદ રાખજે, બાપુને મારવાને પ્રયાસ આપણે પહેલી વખત નથી કર્યો. ૧૯૨૦માં અસ્પૃશ્યતાનિવારણ આંદોલન વખતે પૂનાની એક સભામાં આપણે એમની તરફ ખાસડ ફેંકવું હતું. પણ તે વખતે આપણી જડ ધાતિંક ભાવના ઉપર એમણે વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org