________________
એક ઝલક મને સાહિત્યમાં શ્રી મગનભાઈ દેસાઈએ સ્વ૦ નરસિહકાકાને અંજલિ આપી હતી. એ અંજલિ ઉપર તે સમયે મારે તેમની સાથે ઈશ્વર, વિજ્ઞાન, પ્રકૃતિ, આધ્યાત્મિક ક્રાન્તિ અને ગૂઢ સત્તા પર લાંબે પત્રવ્યવહાર થયો હતો. ત્યાર પછી તે વ્યક્તિગત જીવન અને રાષ્ટ્રીય જીવનના ઘણા સવાલો પર તેમની સાથે મારે પત્રવ્યવહાર થયેલ. બધા પત્રોનો જવાબ તેઓ પોતાને હાથે પ્રેમપૂર્વક તેમના સુંદર મરેડવાળા અક્ષરોથી લખતા. આ પત્રો પરથી તેમની નિષ્ઠા, કુશાગ્ર બુદ્ધિ, દીદી દષ્ટિ અને વિદી સ્વભાવનો મને અનુભવ થયો અને લાગ્યું કે, આ પુરુષમાં સત્યાગ્રહી અને કાતિકારી સ્વરાજ-સેવકને આત્મા સંતાયેલ છે.
ઇ૦ સ૦ ૧૯૪૭ના વરસમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય શરૂ થયું. એમાં હું વિદ્યાર્થી તરીકે જોડાયો. ધીમે ધીમે અમારું મહાવિદ્યાલયનું નવું કામકાજ ગોઠવાઈ ગયું. પહેલી ટુકડીમાં અમે નવ વિદ્યાર્થીઓ હતા. તેમાં એક બહેન હતાં. અમે છ વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના છાત્રાલયમાં રહેતા હતા. તેથી મગનભાઈ દેસાઈનું અંગત ધ્યાન અમારા ઉપર ઘણું રહેલું. આઝાદી પછી વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ નવી રીતે ગોઠવવાની વિચારણા ચાલતી હતી. શ્રી. મગનભાઈ દેસાઈના તેલાં વ્યાખ્યાને અને તેમની જીવન જીવવાની રીતથી હું પ્રભાવિત થયા. તેમના કુટુંબમાં તેમની સાથે પૂરો વખત રહીને અભ્યાસ કરવાની મેં રજા માગી. તેમણે મને કહ્યું,
છાત્રાલય એ મારું કુટુંબ છે. મારે ઘેર મારી સાથે રહીને તમે જે સાધવા ચાહો છે, તે છાત્રાલયમાં રહીને પણ મારે પૂરો કસ કાઢીને સાધી શકો છો. હું પણ કસ કાઢે તેવા વિદ્યાર્થીઓની શોધમાં જ છું. આપણે સૌ સંસ્કાર સબંધે એક પરિવારના જ છીએ. ગાંધીજી આપણા કુલપતિ છે એટલું યાદ રાખીને ચાલજો.”
એક દિવસ અમને વિદ્યાર્થીઓને વિચાર આવ્યું કે, કરી. મગનભાઈ દેસાઈ પાસે ગીતાનું શિક્ષણ લેવું જોઈએ. અને એમની પાસે પહોંચ્યા. અમારી માગણી તેમણે કબૂલ રાખી. રોજ સવારના ૬ થી ૭ નિયમિત વર્ગો ચલાવીને ગીતા સમજાવી. ગીતાના તેમણે જે વર્ગો લીધા, તે ઉપરથી તેમની આધ્યાત્મિક સાધનાને અને યોગ અને ઉપનિષદો ઉપરના તેમના પ્રભુત્વ અચ્છો ખ્યાલ આવ્યો. ગીતા ઉપરનાં તેમનાં વ્યાખ્યાને અમે સાંભળતા, ત્યારે અર્વાચીન યુગના ભાષ્યકાર તરીકે તેમનાં દર્શન થતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org