________________
ગાંધીયુગના જીવત કેળવણીકાર
૧૨૫ શ્રી. મગનભાઈ દેસાઈ મારા વિદ્યાગુરુ છે. જીવનમાં મને ઘણા સારા શિક્ષકો મળ્યા, એમાં મારા હૃદયમાં સર્વોચ્ચ સ્થાન શ્રી. મગનભાઈ દેસાઈનું છે. અમારી યોગ્યતા અનુસાર તેઓશ્રીએ અનેક વિષયનું જાતે તેમ જ અધિકારી અધ્યાપકો દ્વારા જીવંત શિક્ષણ આપ્યું. અનેક પ્રકારનાં કાર્યો કરવાની કુશળતા, ચોકસાઈ અને ઝીણવટની પ્રાપ્તિ મને તેમની પાસેથી જ થઈ છે. આજે પણ જ્યારે તેમની પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી પોતાના અતિ ગંભીર, અધ્યયન ચિંતન અને જીવનમાંથી જડેલી અનુવપૂર્ણ વાતે વિનાદ સાથે કરે છે, જેથી નવું જ્ઞાન અને ફુરણા જાગે છે. મેં શ્રી, મગનભાઈ દેસાઈને સતત અધ્યયનપરાયણ અને કાર્યમગ્ન જ જોયા છે.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પધારીને હિંદુસ્તાનમાં પોતાનો પહેલો આશ્રમ અમદાવાદ પાસેના કોચરબ ગામમાં એક મકાન ભાડે રાખી શરૂ કર્યો હતો અને તેને “સત્યાગ્રહ આશ્રમ” એવું નામ આપ્યું હતું. ઈ૦ સ૦ ૧૯૧૭માં શ્રી. મગનભાઈ મૅટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદમાં આવ્યા, ત્યારે આ કોચરબ આશ્રમની તપાસ તેમણે કરી હતી. પરંતુ તેમને તે વખતે જડે નહીં.
કોચરબ આશ્રમનું આ મકાન જેમાં ગાંધીજીએ પોતાના તપસ્વી જીવનનાં યાદગાર વરસે ગાળ્યાં હતાં અને જ્યાંથી સન્ય, અહિંસા, અને પ્રેમને સંદેશો વહેવડાવ્યો હતો, તેવા આ મકાનને રાષ્ટ્રપિતાના પ્રથમ સત્યાગ્રહ આશ્રમના સ્મારક તરીકે સંભાળવાનું તા. ૧લી એપ્રિલ ૧૯૫૬થી મુંબઈ સરકારે ગૂજરાત વિદ્યાપીઠને સોંપ્યું છે. આશ્રમ તરફથી ગાંધીજીને પ્રિય અને તેઓ જેની હિમાયત કરતા હતા તેવી કેટલીક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આશ્રમની આ બધી પ્રવૃત્તિઓનું સંચાલન મગનભાઈની દોરવણી હેઠળ સંભાળવાનું મને સેંપવામાં આવ્યું છે.
આશ્રમપ્રવૃત્તિ વધી તેમ નવાં મકાન બાંધવાની જરૂર પડી. પ્લાન, એસ્ટિમેટ મુજબ મકાનો બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું. મ્યુઝિયમના મકાનનું બાંધકામ પાયા બરાબર આવે ત્યાં તે મ્યુનિસિપલ કોર્પોરેશનની વાંધપાડતી નોટિસ આવી. મ્યુ૦ કૉર્પોરેશનની સરખેજ રોડ પહોળો કરવાની યોજના હતી. આશ્રમના મુખ્ય મકાનના આગળના ભાગની દસ ફૂટ જમીન કપાતી હતી. આ સવાલ મગનભાઈએ પિતાનું દિલ કપાતું હોય એટલી ઉત્સુકતાથી હાથમાં લીધો. એક કુશળ અને બાહોશ વકીલની માફક પદ્ધતિસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org