________________
૩૧૩
દરિયા ભગતની વાણી
કાનો સૂની સો ઝૂઠ સબ આંખો દેખી સાંચ; દરિયા દેખે જાનિયે યહ કાંચન યહ કાંચ.
કાનોકાન સાંભળેલી બધી વાતો જૂઠી જ જાણવી; પોતાની સગી આંખે જોયું તે જ સાચું. બીજાઓએ જે સંભળાવ્યું તે જૂઠું; જાતે સ્વાનુભવથી જે જાયું તે સાચું. તે પરમાણ. દરિયા ભગત કહે છે કે, આપણી આંખોએ જ જોઈને જાણી શકીએ કે આ સોનું છે કે આ કાચ છે. બીજાના કહ્યાથી કાચને સોનું ન માની લેવાય કે સોનાને કાચ ના માની લેવાય.
રજનીશજી ભાષ્ય કરે છે કે, સાગરના પેટાળમાં ખરાં મોતી છે. તે પ્રાપ્ત કરવા સાગર ઉપરની લહેરો ગણ્યા કરવાથી કશું ન વળે તેને માટે તો મરજીવા થઈ સાગરના પેટાળમાં ડૂબકી મારવી પડે.
“તીરે ઊભા જુએ તમાશો તે કોડી નવ પામે જોને, સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.” આપ મુવા વિના સ્વર્ગે ના જવાય. “તું તારા દિલનો દીવો થાને.” બુદ્ધ ભગવાન કહે છે, “આત્મ દીપો ભવ.” પારસ પરસા જાનિયે, જો લપટે અંગ અંગ; અંગ અંગ પલટે નહીં, તો હૈ ઝુઠા સંગ.
આપણને મલ્યો છે. તે પારસમણિ છે તેની ખાતરી ત્યારે જ થાય જ્યારે લોખંડનું સોનું બની જાય. આમ ના થાય તો જાણવું કે પારસમણિ મલ્યો નથી. કોઈ પથ્થર જ હાથ આવ્યો છે.
રમૂજી દાખલો આપી દરિયા ભગત કહે છે –
કાળી બિલાડીએ ધોળા બગલાને – ધ્યાનસ્થ બગલાને ગુરુ બનાવી દીધો. પરંતુ એ તો “જૈસે કો મિલા નૈસા” જેવું થયું. બગલાનો અને બિલાડીનો ધંધો એક જ છે. બિલાડી
માટે ના
સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org