________________
૯૪
એક ઝલક શ્રી. મગનભાઈનાં બધાં પુસ્તકો ગુજરાતી વાચક માટે “રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ” અને તેમના ચાહકોએ સુલભ કરાવવાં જોઈએ.
છેલ્લે, એમના જીવન પર કબીરસાહેબની અને વિશેષત: નાનકદેવજીની પ્રબળ અસર જણાતી હતી. “સંત કબીરજીની વાણી” અને “ગુરુ નાનકની વાણી” નામની બે પુસ્તિકાઓનું એમણે સંપાદન કર્યું. પહેલી પુસ્તિકામાં ૨૦ ભજનો છે; બીજીમાં ૨૨ પદો અને ૧૧ સદુક્તિ છે. શ્રી કબીરજીની વાણી વિષે શ્રી. ગોપાળદાસ લખે છે કે –
“ કબીર તે આગ છે. એક ઘૂંટડે પણ પી જાઓ તે તમારી અંદર પણ આગ ભભૂકી ઊઠે. જન્મોજન્મથી સૂતેલી સુઈ રહેતી આગ, તમે પણ દીપક બની જાઓ. તમારી અંદર પણ સૂરજ ઊગે. અને એવું થાય તો જ જાણવું કે કબીરને સમજ્યા.” શ્રી નાનકદેવની વાણી વિષે લખે છે કે –
ગુરુ નાનક લોકગમ્ય શૈલીમાં અને લોકભાષામાં બોધ આપતા. તે ઉપરાંત તેમણે સંગીતમય ઉપાસનાની શક્તિ ખૂબ ખીલવી એક ઈશ્વર અને તેના પ્રતીક તરીકે મૂર્તિ નહિ પણ તેનું નામ – આ વસ્તુ એમણે સ્વીકારી. સત્સંગ અને સંઘની પરસ્પર ભાવનાને પણ એમણે સ્વીકારી, સત્સંગ અને સંઘની પરસ્પરભાવનાને પણ એમણે મહત્વ આપ્યું હતું.”
આ ઉપરાંત એમણે શીખ ધર્મના “પંજથી” નામના પુસ્તકમાં ગુરુ નાનકદેવ, અમરદાસ અને અનદેવનાં પાંચ સ્તોત્રો અનુવાદ તથા ટિ૫ણ સાથે ઉતાર્યા છે. વળી “ જપમાળામાં ઈશ્વરના નામસ્મરણને, પોતાની સાદી-સહજ વાણીમાં પ્રગટ કર્યું છે.
અંતમાં જણાવવાનું કે શ્રી. ગોપાળદાસ ફરમાસુ સાહિત્યસેવી નથી. એ ઉરામ ભાષાવિદ છે; વ્યાકરણ નિષ્ણાત છે; સાહિત્યના સિદ્ધાંતોના મીમાંસક છે, કેળવણીકાર – ભાષા શિક્ષણકાર – છે. વળી યોગમાર્ગના જ્ઞાતા પણ છે. ભાષાનાં અગત્યનાં અંગે જેવાં કે વ્યાકરણ, વિચારસાતત્ય, વાકયરચના, ભારે ગદ્ય તથા હળવી નિબંધિકા લખવાની હથોટી, શબ્દ પસંદગી, રૂઢિ મહાવરાને ઉપયોગ, અકારની ઉપયુક્તતા વગેરેના તે જાણકાર છે.
ગુજરાતી સાહિત્યમાં રસ લેનારાં સૌ કોઈ એમને આદરથી યાદ કરે છે. આવા સમર્થ રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસને મારાં વંદન. તા. ૧૫-૯-૨૦૦૩
ચંદ્રકાન્ત ઉપાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org