SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવાની એક ઝલક નવલકથાનું મુખ્ય પાત્ર “ધર્માધ્યક્ષ' છે. એ સ્ત્રી માટે આત્મસમર્પણની ભાવના ન બતાવી શક્યો. બરબાદ થયો. કસીમાં દો' નામને એક કુરૂપ, દૂધ, જણ છે. તે શરીપાત્ર તરફ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરે છે, બલિદાન આપે છે. એસમરાદા' નામનું મુખ્ય સ્ત્રી પાત્ર છે. એ મુગ્ધા પિતાના પ્રેમને ખાતર ફાંસીના માંચડે ચડી ગઈ. સંસારની મહાનવલકથાઓમાં જેની ગણતરી થાય છે એવી “લા મિઝરેબ્લ’ને સંક્ષેપમાં અનુવાદ કરવામાં તે શ્રી. ગોપાળદાસની ભાષાંતરકળાએ કમાલ કરી છે. કરુણાના અવતાર સમા પાદરી, દંડશક્તિના પ્રતીક જેવો અમલદાર વર્ટ, માનવતાના ચરમ શિખર સમા જીન વાલજીન અને સ્વાથધ, કઠોર અને ધૂર્ત થેરાડિયર દંપતી, આપણા મનમાંથી ખસતાં નથી. ઝગમગતે તારો જેમ નમંડળમાં ચમકે, તેમ જીન વાલજીન નામધારી એ મહામાનવ આપણા મન:પટ પર ચમક્યા કરે છે. હજારો પાનાંની આ મહાનવલના અનુવાદમાં ગોપાળદાસે દાખવેલી કાબેલિયત દાદ માગી લે એવી છે. એક કુશળ સંક્ષેપકાર અને અનુવાદક તરીકે શ્રી. ગોપાળદાસના કામ પર એક ઊડતી નજર આપણે નાખી. એ એમણે કરેલી અન્ય સાહિત્યસેવા તરફ હવે આપણે જોઈએ – પાઠયપુસ્તકોનું રાષ્ટ્રીયકરણ થયું તે પહેલાં આખા ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ રચિત “વિદ્યાપીઠ વાચનમાળા' તથા “વિનયવાચનમાળા' ધારણ ૧ થી ૧૦માં ચાલતી હતી. એ બંને વાચનમાળા તૈયાર કરવામાં ગોપાળદાસે મુ. શ્રી, મગનભાઈ દેસાઈની સૂચનાને ધ્યાનમાં રાખી, અપાર મહેનત કરી. બાળકમાં કેળવવાનાં વલણ, એમને શિખવાડવાના વિષયમુદ્દાઓ, વ્યાકરણશિક્ષણ અને સ્વાદયાય તથા પ્રશ્નો માટે શિક્ષકોએ કરવાની પૂર્વતૈયારી, વગેરેને ધ્યાનમાં રાખીને શ્રી. ગોપાળદાસે પાઠો તૈયાર કર્યા. એ પાઠના કાચા મુસદ્દાને વર્ગખંડમાં ચકાસાડાવ્યો. પછી અંતિમ રૂપ આપ્યું, એ તૈયાર કરવામાં શ્રી. ગોપાળદાસમાં રહેલા એક ઉત્તમ શિક્ષણકાર, વ્યાકરણવિદ અને ભાષાનિષ્ણાતનાં દર્શન થયાં. આ ઉપરાંત જૈન, બુદ્ધ અને હિંદુધર્મના ધર્મગ્રંથોને પણ એમણે ઝીણવટથી અભ્યાસ કર્યો. ભાગવત પર તયાર કરેલો ગ્રંથ સાચે જ અનન્ય છે. ગુજરાતી ભાષામાં આ ગ્રંથ મળવો આજે દુપ્રાપ્ય છે. દર્શનશાસ્ત્ર, ગશાસ્ત્ર પર એમણે ચિંતનાત્મક લેખો લખ્યા. શ્રી. ગોપાળદાસ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy