________________
૨૮૨
એક ઝલક છે, આચાર્ય કૃપલાણીજી. ગૂજરાત વિદ્યાપીઠના એક વખતના આચાર્ય તરીકે એમણે કામ કર્યું હતું. એમનું પુસ્તક અંગ્રેજીમાં છે, જેનું શીર્ષક છે ધ લેટેસ્ટ ફૂડ' નામે એ પુસ્તકનું શ્રી. ગોપાળદાસે “સર્વોદયની કેળવણી'ને નામે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એ ભાષાંતર ગુજરાતને સમપિત કરીને એમણે બુનિયાદી શિક્ષણ વિષે સ્પષ્ટ અને વિગતપૂર્ણ સૈદ્ધાંતિક સમજ આપી છે. આમેય બુનિયાદી શિક્ષણની વાત ૧૯૪૭માં તે નવીસવી હતી. એને ટીકાકારે ઘણા હતા. અંગ્રેજીમાં મૂળ પુસ્તકમાં કૃપાલાણીજીએ, બહુ તેજાબી શબ્દમાં બુનિયાદી શિક્ષણને વિષે સમજ આપી છે. શ્રી. ગોપાળદાસે એ પુસ્તકનું એવી અદ્દભુત રીતે ભાષાંતર કર્યું છે કે વાંચનારને મૂળ કૃતિ જેવો જ રસાસ્વાદ આવે.
શ્રી. ગોપાળદાસે ૧૧૮ પાનામાં વિષયવસ્તુની સરસ ચર્ચા કરી છે. અને છેલ્લાં ૩૦ પાનાંમાં વિગતપૂર્ણ ટિપ્પણ આપ્યું છે. એમાં વ્યક્તિવિશેષ, સંસ્થા, પારિભાષિક શબ્દો, વિશે ખૂબ કીમતી માહિતી આપી છે. શ્રી. ગોપાળદાસે આ પુસ્તક થકી બુનિયાદી શિક્ષણના પ્રસરણની અમૂલ્ય સેવા કરી છે, અને એક સાચા શિક્ષણકારની પ્રતીતિ કરાવી છે.
૦ એવું જ બીજું પુસ્તક આચાર્ય એલ. પી. જેકસનું અંગ્રેજીમાં લખાયેલું છે. એનું મથાળું છે “એજ્યુકેશન ઑફ ધ હેલ મેન' આ પુસ્તકને મનુષ્યની “સર્વાગીણ કેળવણી' નામે ગોપાળદાસે ગુજરાતીમાં ઉતાર્યું છે.
એ પુસ્તકમાં કેળવણીની અગત્ય ફુરસદવાદ વગેરે વિશે ચર્ચા કરવામાં આવી છે. ભાષાની પ્રૌઢિ, વિષયવસ્તુને અનુરૂપ જણાય છે. આ પુસ્તક પણ કેળવણીને લગતું છે.
આ બંને પુસ્તક સાહિત્યસેવી ગોપાલદાસને કેળવણીકાર તરીકે પ્રતિષ્ઠિત કરે છે.
૦ શ્રી. ગોપાળદાસે ગુજરાતી સંપ સિવાય અન્ય ભાષાના ગ્રંથેના સંક્ષેપ કરનાર અને અનુવાદક તરીકે અથાક પ્રયત્ન કર્યા છે.
૦ શ્રી. ગોપાળદાસે વિકટર હ્યુગોની અદ્ભુત નવલકથા “હંચ બેક ઑફ નેત્રદામ’ને “ધર્માધ્યક્ષ' મથાળા હેઠળ સુંદર સંક્ષિપ્ત અનુવાદ ગુજરાતી પ્રજને અર્પણ કર્યો છે. હ્યુગો પિતે રોમાંચ-રસના પુરસ્કર્તા છે. પ્રસ્તુત નવલકથામાં આપણે એ રસ માણતાં, તરબતર થઈ જઈએ છીએ. અલબત્ત આમાં થોડી ધીરજ રાખવી પડે. કેમ કે શરૂઆતનાં ડાં પાનાંની વિગતોને, અકળાયા વિના, ધીરજથી વાંચ્યા બાદ, રસામૃતના મહાસાગરને માણવાની મઝા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org