________________
સાહિત્ય-સેવાની એક ઝલક
સાચા અનુભવોને આધારે લખવાનો આગ્રહ રાખવામાં આવ્યો. પુસ્તિકામાં રહેલી ઘટનાઓને મઠારવાનું તથા એમાંથી શૈક્ષણિક સિદ્ધાંતનું નવનીત તારવવાનું કામ શ્રી. ગોપાળદાસ કરતા. એ વાંચીને
આપણને શિક્ષણશાસ્ત્રી ગોપાળદાસ પ્રત્યે માન થયા વિના રહે નહિ. ૦ વિશ્વ-સાહિત્યના દરબારમાં જેને માનવનું સ્થાન મળેલું છે એવી ગુજરાતી
ભાષાની મહાનવલ “સરસ્વતીચંદ્ર' ચાર ભાગના વિશાળ ફલકમાં લખાયેલી છે. એમાં અનેક પાત્રો છે. સમાંતર વહેતી ત્રણ કુટુંબકથાઓ છે અને અનેક ઉપકથાઓ છે. અનેક ઘટનાઓથી ગુંથાયેલી આ નવલકથાના કથાતંતુને એવી સરળતાથી, સબળતાથી અને કુશળતાથી ગૂંથવામાં આવ્યા છે કે આખી નવલકથા સપ્તરંગી મેઘધનુષની પેઠે એપી ઊઠે પણ શ્રી. ગોપાળદાસે એ મહાનવલને ૧૩૦ પાનાંમાં સંક્ષિપ્ત કરીને પોતાની શકિતનો કમાલ બતાવ્યા છે. મૂળ વાર્તાપ્રવાહને યથાતથ રાખીને, અનેક વર્ણનનાં જાળાં અને કાવાદાવાની ગૂંચવાડાભરેલી નકામી ચર્ચાને તથા લાંબીલચક વાકયરચનાનો સંપૂર્ણ છેદ ઉડાડીને. આ ગ્રંથને એ હૃદયંગમ બનાવી દીધો છે કે કુમાર, કિશોર તથા યુવાવર્ગના સાહિત્ય રસિકો એને સારી રીતે વાંચી શકે, હિમાલયમાંથી નીકળતી, ધસમસતી, ભાગીરથીના પ્રચંડ પ્રવાહને નાની નહેરમાંથી વહેતે કરવા જેવું આ જટિલ તથા કુશળતા માગી લે તેવું કામ છે, સાહિત્યના સંક્ષિપ્તકરણની ઇજનેરી કુશળતા શ્રી. ગોપાળદાસમાં સહજ હતી.
સરસ્વતીચંદ્ર'ના સંક્ષિપ્તકરણના સંપાદકીય લખાણમાં શ્રી ગોપાળદાસે એ લખેલાં કેટલાંક વિધાન આપણી વાતને પુષ્ટિ આપે છે,
“આ પ્રવાસમાં નવલકથાના માત્ર વાર્તાતંતુને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મૂળ સમર્થ લેખકની સુંદર, સુઘડ, શુદ્ધ ગુજરાતી ભાષાની છાપ, અનુભવસંચય, ચિંતન, ફિલસૂફી સંસારમીમાંસા તથા રસદષ્ટિની ખૂબીની ઝલક, તેમાં ભારોભાર ઊતરે, એને પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
આ સંક્ષિપ્ત લખાણ વાંચતાં, આપણને નથી વાર્તા વાર્તાના પ્રવાહને ભંગ નથી વર્તાનું પુનરાવર્તન કે નથી વર્તાતી ભાષાની ગરિમાની ઓછપ. એકી બેઠકે આ લખાણ વાંચીને પૂરું કરવાનું આપણને મન થાય એવું ખેંચાણ એમાં રહેલું છે.
૦ એક અચ્છા સાહિત્યપ્રેમી અને સારા શિક્ષણ પ્રેમી શ્રી ગોપાળદાસે બે પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુદિત કર્યા છે. એક પુસ્તકના મૂળ લેખક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org