________________
જગતને મહાન વિદૂષક
૧૭૧ ચિતનથી પકવ્યે રાખતા પુરુષને થોડા શબ્દમાં વિશાળ અર્થ ભરવાની આવી વિભૂતિ મળી શકે. શૉ એવા પુરુષ હતા.
આખા જગતના જીવનની નાડ પર એમને હાથ રહે. રોગચાળો જોયો ને લાગ મળ્યું કે પોતાનું નિદાન આપી દેતા. પણ તે વૈદ નહોતા. રોગના ઇલાજ માટે તે કહેવું હોય તે કહી છૂટે; એવા દર્શનવીર એ હતા; તે કર્મવીર નહતા. તેથી જ આખી જિંદગી તે વિલાયતમાં રહેવા છતાં બ્રિટિશ સામ્રાજયને એવા ન નડયા કે જેવા ગાંધીજી.
શૉને હાથે કોઈ વ્યક્તિ ચડે અને એમના દર્શન-અઢાથી તેને મૂડી ન નાંખે એવી થોડી જ વ્યક્તિઓ હશે. પ્રાચીન વિદૂષકની કટીના તે હતા. રાજાઓને પણ મધુર, મજાકી અને ટચાક ભાષામાં જેવું હોય તેવું પરખાવવું, એ સાચા વિદૂષકનો ધર્મ છે. તે કળા બહુ અઘરી છે. અને રાજાને કોઈ પણ કહી કે પૂછી શકે તે તેને મિત્ર-સચિવ-અને-સ્નેહી એ વિદૂષક જ.
શએ જગતની ભલભલી વ્યક્તિઓને રોકડું પરખાવ્યું છે; જગતની ભલભલી વાતને ભેદ ઉઘાડે કરી આપ્યો છે. આ એમની સેવાને માટે અંગ્રેજી સાહિત્ય એમનું સદાનું ઋણી રહેશે.
આ લખતાં ખ્યાલ આવે છે તે પરથી કહું છું કે, શોએ ટૉલ્સ્ટૉય, ગાંધીજી અને લેનિન સ્ટાલીન વિષે અમુક માઝા હમેશ રાખી છે. ટૉલ્સ્ટૉય પર તે ખુશ હતા. શેકસપિયર જગત-સાહિત્યના દરબારમાં ત્રીજા દરજજાના સાહિત્યકાર ગણાય એમ ટૉલ્સ્ટૉયે કહ્યું. આ કેવી ભયંકર સાહિત્યિક નાસ્તિકતા ગણાય ? શૉએ એ મતમાં ટેકો આપ્યો. અને તે તે કહેતા કે, મારાં નાટક જ હવે વાંચે ને ! ગાંધીજી માટે તેમને આદર હતું. સ્ટાલીનની રશિયાની સેવાથી તે ખુશ લાગે છે.
ગુજરાતીમાં શોને કોઈએ ઉતાર્યા હોય તે ખબર નથી. તેમનાં નાટકની વાતો – લેમ્બ શેકસપિયરની આપી એમ – ગુજરાતીમાં ઊતરે તે આ મહાન લેખકને પરિચય ગુજરાતને મળે. શૉ એક ઋષિને ઘટે તેવું શાંત એકાંત ચિતનપરાયણ જીવન ગાળતા. આજની ધમાલ ભરી યુરોપીય દુનિયામાં એ પણ એક શો જેવા જ કરી શકે એવો જીવન-જદુ છે.
તે નિરામિષાહારી હતા. સાધુજીવનને જાણે વરેલા ન હોય, એવી એમની જીવનપ્રણાલી હતી. યુરેપને આજે આવી પ્રકૃતિના કર્મવીરની બહુ જરૂર છે. તે વિના જગતમાં શાંતિની આશા વ્યર્થ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org